Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

પૂર્વ એર હોસ્ટેસ વાપરેલા અંડરગારમેન્ટ વેચીને કમાવવા લાગી સેલેરીથી વધુ નાણાં :હવે નોકરીની જરૂરિયાત નહીં !!

જેસ્મિને પ્રથમ વખત એક મહિનામાં 2200 પાઉન્ડ એટલે કે 2,27,193 રૂપિયા કમાણી કરી: હવે તે એક મહિનામાં અંડરવિયર વેચીને 3000 પાઉન્ડ કમાઇ શકે છે

નવી દિલ્હી :  બ્રિટનની એક પૂર્વ ફ્લાઇટ એટેંડેંટે ખુલાસો કર્યો કે તે પોતાના ઉપયોગ કરેલા અંડરવિયર વેચીને એટલા પૈસા કમાવવા લાગી કે તે પોતાની એર હોસ્ટેસની પૂર્ણકાલિન નોકરી છોડવામાં સક્ષમ થઇ ગઈ છે. 26 વર્ષની એર હોસ્ટેસ જેસ્મિન પિંકે કહ્યું કે 12 કલાકની શિફ્ટ અને પોતાના ઉંઘવાના સમયમાં સતત ફેરફાર સાથે તે સહજ ન હતી. આ પછી તેણે ઉપયોગ કરેલા અંડરવિયર માટે બજારની શોધ કરી હતી. જેમાં તેને સફળતા મળી અને બે વર્ષ પછી એટલી આવક થવા લાગી હવે તેને નોકરીની જરૂરિયાત રહી નથી.

જેસ્મિને જણાવ્યું કે આ માટે તેણે ખાલી સમયનો ઉપયોગ કરતા અજીબ સામગ્રી બનાવવા અને ઉપયોગ કરેલી અવાંછિત વેબસાઇટ સોફિયા ગ્રે પર ખરીદદારો સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. પૂર્વ એર હોસ્ટેસે ડેલી સ્ટારને જણાવ્યું કે મેં એક સબ્સક્રિપ્શન બેસ્ડ વેબસાઇટ માટે કામ કરવાનું શરૂ કર્યું, જેમાં મને ઓછા સમયમાં ઘણા પૈસા મળવા લાગ્યા હતા.

તેણે કહ્યું કે હું વધારે પૈસા બનાવવા માટે અન્ય રીત શોધી રહી હતી. જે ક્રમમાં હું સોફિયા ગ્રે વેબસાઇટ સુધી પહોંચી હતી. જેસ્મિને પ્રથમ વખત એક મહિનામાં 2200 પાઉન્ડ એટલે કે 2,27,193 રૂપિયા કમાણી કરી હતી. જ્યારે તે એક ફ્લાઇટ અટેંડેંટના રૂપમાં કામ કરી રહી હતી. જોકે અંડરવિયર વેચવાથી તેણે એક ઝટકામાં 1500 પાઉન્ડ એટલે કે 1,54,904 રૂપિયા કમાઇ લીધા હતા.

પૂર્વ એર હોસ્ટેસે જણાવ્યું કે આ માટે તેના યુઝ અંડરવિયરની ડિમાન્ડ વધતી ગઈ અને વધારેમાં વધારે પૈસા આપવા માટે તૈયાર થયા હતા. હવે તે એક મહિનામાં અંડરવિયર વેચીને 3000 પાઉન્ડ કમાઇ શકે છે.

(10:30 pm IST)