Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

સ્કૂલના બાળકોને કોવિદ -19 પ્રતિકારક તરીકે હોમિયોપેથીક દવાઓ આપવા અંગે હસ્તક્ષેપ કરવા કેરળ હાઇકોર્ટનો ઇન્કાર : રાજ્ય સરકારને રજુઆત કરવા અનુરોધ કર્યો : દસ દિવસમાં નિર્ણય લેવા રાજ્ય સરકારને સૂચના આપી

કેરળ :  કેરળમાં સ્કૂલના બાળકોને કોવિદ -19 પ્રતિકારક તરીકે હોમિયોપેથીક દવાઓ આપવા અંગેના રાજ્ય સરકારના નિર્ણય વિરુદ્ધ એક ડોક્ટરે કેરળ હાઇકોર્ટમાં અરજી કરી હતી.જેમાં હસ્તક્ષેપ કરવાનામદાર કોર્ટે ઇન્કાર કર્યો છે. તથા આ અંગે રાજ્ય સરકારને રજુઆત કરવા સ્વતંત્રતા આપી અને સરકારને દસ દિવસમાં રજૂઆત અંગે નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો છે.

હોમિયોપેથિક પ્રોફીલેક્ટીક દવા, આર્સેનિકમ આલ્બમ 30CH (Ars. Alb. 30) શાળાના વિદ્યાર્થીઓને COVID-19 સામે રોગપ્રતિકારક શક્તિ વધારનાર તરીકે.આપવાના રાજ્ય સરકારના નિર્ણયને એક ડોક્ટર દ્વારા પડકારવામાં આવ્યો હતો.

જેના અનુસંધાને ચીફ જસ્ટિસ એસ મણિકુમાર અને જસ્ટિસ શાજી પી ચલીની ડિવિઝન બેંચે અરજદારને રજૂઆત સાથે સરકારનો સંપર્ક કરવાની સ્વતંત્રતા આપતા અરજીનો નિકાલ કર્યો હતો. અને દસ દિવસમાં નિર્ણય લેવા રાજ્ય સરકારને સૂચના આપી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:08 pm IST)