Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

દરેક કેસમાં સીબીઆઈની તપાસ નકારવાની સત્તા રાજ્ય સરકારને નથી : પશ્ચિમ બંગાળમાં ચૂંટણીઓ પછી થયેલી હિંસા મામલે રાજ્ય સરકાર દ્વારા સીબીઆઈ તપાસ નકારવાના પગલે કેન્દ્ર સરકારની સુપ્રીમ કોર્ટમાં ચોખવટ

ન્યુદિલ્હી : કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં ચોખવટ કરતા જણાવ્યું છે કે દરેક કેસમાં સીબીઆઈની તપાસ નકારવાની સત્તા રાજ્ય સરકારને નથી. કેન્દ્ર સરકારે રજૂઆત કરી હતી કે રાજ્ય માત્ર કેસ-થી-કેસ ધોરણે અને યોગ્ય તથા પૂરતા કારણોસર આવી સત્તાનો ઉપયોગ કરી શકે છે, જે નોંધવા પડે છે.  

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે રાજ્ય સરકારનો કોઈ પણ કેસની તપાસ માટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) ની સંમતિ પરત ખેંચવાનો આદેશ અથવા તમામ કેસોમાં સંમતિ પરત ખેંચવાનો   આદેશ,  દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ (રાજ્ય પશ્ચિમ બંગાળ વિ. યુનિયન ઓફ ઇન્ડિયા) ની કલમ 6.અંતર્ગત સત્તા બહારનો ગણાશે.

ચૂંટણી પછીની હિંસા દરમિયાન કથિત રીતે હત્યા અને મહિલાઓ વિરુદ્ધના ગુનાઓની તપાસ કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI) દ્વારા કરવાના કોલકાતા હાઇકોર્ટના નિર્ણયને પડકારતી પશ્ચિમ બંગાળ સરકારે દાખલ કરેલી અરજીના જવાબમાં  કેન્દ્ર સરકાર દ્વારા આ સોગંદનામું દાખલ કરવામાં આવ્યું હતું.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:33 pm IST)