Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

પેટ્રોલ-ડિઝલનો ભાવ વધારો જનતા સાથે ક્રૂર મજાક : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી

પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સરકારને ઘેરી : ઈંધણના ભાવમાં ૩૫ પૈસાનો વધારો થતાં લોકો ત્રાહિમામ

નવી દિલ્હી, તા.૨૨ : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પેટ્રોલ ડિઝલના સતત વધી રહેલા ભાવને લઈને કેન્દ્ર સરકારની આકરી ઝાટકણી કાઢી છે.

રાહુલ ગાંધીએ આરોપ મુક્યો છે કે, જનતા સાથે ક્રુર મજાક થઈ રહી છે. કેન્દ્ર સરકાર લોકો સાથે ક્રુર મશ્કરી કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં આજે પણ વધારો થયો છે. તેમાં પ્રતિ લિટર ૩૫ પૈસા વધારો કરવામાં આવ્યો છે. જેના પગલે પેટ્રોલ ડિઝલના ભાવ ફરી એક વખત રેકોર્ડ બ્રેક ઉંચાઈ પર પહોંચ્યા છે. દિલ્હી અને મુંબઈમાં પેટ્રોલના ભાવ અનુક્રમે ૧૦૬.૫૪ રૂપિયા અને મુંબઈમાં ૧૧૨.૪૪ રૂપિયા થઈ ચુકયા છે.

આ પહેલા પણ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ અવાર નવાર પેટ્રોલ અને ડિઝલના વધતા જતા ભાવોને લઈને કેન્દ્ર સરકાર પર ચાબખા માર્યા છે. પ્રિયંકા ગાંધીએ તો કહ્યુ હતુ કે, આ સરકારે સ્લીપર પહેરનારાઓ વિમાનમાં મુસાફરી કરશે તેવો વાયદો કર્યો હતો. હવે તો એવી હાલત છે કે, પેટ્રોલ ડિઝલના વધતા ભાવથી સામાન્ય માણસ માટે તો રસ્તા પર મુસાફરી કરવી પણ મુશ્કેલ બની ગઈ છે.

(7:14 pm IST)