Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

સીએએ-એનસીઆરના વિરોધમાં થયેલા પ્રદર્શન દરમિયાન ભડકાઉ ભાષણ આપવાના આરોપમાં જેલમાં બંધ જેએનયુ વિદ્યાર્થી શરજીલ ઇમામની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી

દિલ્‍હી પોલીસે 2020માં તેની ધરપકડ કરી હતી

નવી દિલ્હી: CAA-NRCના વિરોધમાં થયેલા પ્રદર્શન દરમિયાન ભડકાઉ ભાષણ આપવાના આરોપમાં જેલમાં બંધ જેએનયૂ વિદ્યાર્થી શરજીલ ઇમામની જામીન અરજીને કોર્ટે ફગાવી દીધી છે. શુક્રવારે શરજીલની જામીન અરજીની સુનાવણી કરતા દિલ્હીની સાકેત કોર્ટે તેમની જામીન અરજી રદ કરી નાખી હતી.

દેશદ્રોહ અને યુએપીએ હેઠળ આરોપી જેએનયૂ વિદ્યાર્થી શરજીલ ઇમામે કહ્યુ કે તે કોઇ આતંકી નથી અને તેના વિરૂદ્ધ કેસ કાયદા અનુરૂપ નથી પણ કોઇ સમ્રાટના ચાબુક જેવો છે. આ તર્ક શરજીલે જામીન આપવા અને આરોપ મુક્ત કરવાની માંગ કરતા રાખ્યો હતો.

દિલ્હી પોલીસે શરજીલ ઇમામને સીએએ-એનઆરસીના વિરોધ દરમિયાન ભડકાઉ ભાષણ આપવાના આરોપમાં જાન્યુઆરી 2020માં ધરપકડ કરી હતી, તેના વિરૂદ્ધ આરોપ પત્ર દાખલ થઇ ચુક્યો છે. આરોપ છે કે તેને 2019માં પોતાના ભાષણમાં કથિત રીકે આસામ અને પૂર્વોત્તરના અન્ય ભાગને દેશથી અલગ કરવાની ધમકી આપી હતી.

આ ભાષણ તેણે જામિયામાં 13 ડિસેમ્બર 2019માં અને અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટીમાં 16 ડિસેમ્બર 2019માં આપ્યુ હતુ. તે જાન્યુઆરી 2020થી ન્યાયિક કસ્ટડીમાં છે.

(5:55 pm IST)