Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

કોંગ્રેસ હાઇકમાન્‍ડે હરીશ ચૌધરીને પંજાબ અને ચંદીગઢના પ્રભારી તરીકે નિયુક્‍ત કર્યાઃ હરીશ રાવતને જવાબદારમાંથી મુક્‍ત કરાયા

હરીશ રાવતે પદ છોડવાની ઇચ્‍છા વ્‍યક્‍ત કર્યા બાદ કોંગ્રેસ હાઇકમાન્‍ડનો નિર્ણય

નવી દિલ્હી: કોંગ્રેસ હાઇકમાને હરીશ ચૌધરીને પંજાબ અને ચંદીગઢના કોંગ્રેસ પ્રભારી નિયુક્ત કર્યા છે. આ પદ પર હજુ સુધી તૈનાત હરીશ રાવતને જવાબદારીમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે. હરીશ ચૌધરી રાજસ્થાનના રાજસ્વ મંત્રી છે. તે 2017માં પંજાબના સહ પ્રભારી પણ રહ્યા છે. કોંગ્રેસે જ્યારે વિધાયક દળની બેઠક બોલાવી હતી તો ચૌધરીને ઓબ્ઝર્વર બનાવીને મોકલ્યા હતા, ત્યારથી તે પંજાબમાં જ છે.

હરીશ રાવતે ખુદ પદ છોડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ઉત્તરાખંડમાં ચૂંટણી યોજાવાની હોવાને કારણે ત્યા પાર્ટી ગતિવિધિઓ પર ધ્યાન આપી શકતા નહતા. ત્રણ દિવસ પહેલા હરીશ રાવતે ટ્વિટર પર પાર્ટી હાઇકમાનને સાર્વજનિક અપીલ કરી હતી કે તેમણે પંજાબના પ્રભારી પદથી કાર્યમુક્ત કરવામાં આવે. આ પહેલા પણ હરીશ રાવત પંજાબ પ્રભારી પદેથી હટવા માટે કહી ચુક્યા હતા.

પંજાબમાં કોંગ્રેસના પ્રભારી રહેતા હરીશ રાવતના સમયમાં ઘણી ગડમથલ થઇ હતી. કેપ્ટન અમરિંદર સિંહના વિરોધ છતા રાવત નવજોત સિંહ સિદ્ધૂને પ્રદેશ અધ્યક્ષની ખુરશી સુધી પહોચાડવામાં સફળ રહ્યા હતા. જેનાથી નારાજ કેપ્ટન અમરિંદર સિંહે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ હતુ. તે બાદ ચરણજીત સિંહ ચન્નીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા પરંતુ ચન્ની સાથે પણ સિદ્ધૂનો 36નો આંકડો થઇ ગયો. ચન્નીના કમાન સંભાળ્યા બાદ સિદ્ધૂએ પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધુ હતુ. સિદ્ધૂ એજી અને ડીજીની નિયુક્તિ પર સવાલ ઉઠાવી રહ્યા હતા. સિદ્ધૂએ ના તો હજુ સુધી રાજીનામુ પરત લીધુ છે અને ના તો હાઇકમાને તેને મંજૂર કર્યુ છે.

પંજાબમાં રાજકીય ઘર્ષણને કારણે હરીશ રાવત ઉત્તરાખંડ પર ધ્યાન આપી શકતા નહતા. ઉત્તરાખંડમાં હરીશ રાવત પાર્ટીનો મુખ્ય ચહેરો છે. એવામાં તેમણે સાર્વજનિક રીતે કોંગ્રેસ હાઇમાનને પ્રભારી પદેથી મુક્ત કરવાની અપીલ કરી હતી. પંજાબ કોંગ્રેસના પ્રભારી પદેથી મુક્ત થયા બાદ હરીશ રાવતે ટ્વીટર પર લખ્યુ કે તે પંજાબમાં કરેલા કાર્યને ભૂલી નથી શકતા, પંજાબમાં ભરપૂર પ્રેમ મળ્યો.

(5:53 pm IST)