Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

જમ્મુ કાશ્મીરમાં પ્રવાસીઓની સુરક્ષા માટે ‘ડ્રોન’ની મદદ લેવાઇઃ કાશ્મીરમાં વધુ એક પ્રવાસીનું મોત

(સુરેશ ડુગ્ગર દ્વાર) જમ્મુ તા. રર : જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઅઓના નિશાન ઉપર લઘુમતી સમુદાયના સદસ્યો અને પ્રવાસી નાગરીકોની સુરક્ષા માટે હવે ‘ડ્રોન’ ની મદદ લેવાઇ છે. આ દરમિયાન આજે કાશ્મીરમાં વધુ ઍક પ્રવાસી નાગરીકનું મોત થયુ છે. આ નાગરીકનું મૃત્યુ માથામાં ઇજા થવાથી થયાનું પોલીસે જણાવ્યું છે.

(5:36 pm IST)