Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

બોલિવુડના વધુ બે સિતારાઓને આઇપીઍલમાં રસ જાગ્યોઃ રણવીર અને દીપિકા ખરીદશે ટીમ

ફુટબોલ ક્લબ માન્ચેસ્ટર યુનાઇટેડ ક્લબ પણ આઇપીઍલની ટીમ ખરીદનાર હોવાના અહેવાલો

મુંબઇ: IPLમાં આ વખતે બે નવી ટીમ જોવા મળશે. જેની બિડિંગ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ કરવાના છે. શાહરૂખ ખાન અને પ્રીતિ ઝિન્ટા સિવાય આ બન્નેની ટીમ પણ હશે. લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર બન્ને જલ્દી પોતાની ટીમ બનાવતા જોવા મળશે. બીડિંગની શરૂઆત 25 ઓક્ટોબરથી થશે. બે સૌથી મોટા બિડર્સને ટીમના રાઇટ્સ મળશે. આ સિવાય ફૂટબોલ ક્લબ માન્ચેસ્ટર યૂનાઇટેડે પણ આઇપીએલની ટીમ ખરીદવામાં રસ દાખવ્યો છે.

દીપિકા-રણવીર કરશે પ્લેયર્સની બીડિંગ

શાહરૂખ ખાન અને જુહી ચાવલાની એક ટીમનું નામ કોલકાતા નાઇટ રાઇડર્સ છે. આ સિવાય પ્રીતિ ઝિન્ટાની પોતાની ટીમ છે જેનું નામ કિંગ્સ 11 પંજાબ છે. ચર્ચા થઇ રહી છે કે આ રીતે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પણ ટીમ ખરીદશે. બન્નેને સ્પોર્ટ્સનો શોખ છે.

બે નવી ટીમ ખરીદવા માટે આ લોકો લગાવી શકે છે મોટી બોલી

દીપિકા પાદુકોણ અને રણવીર જ નહી બે નવી આઇપીએલ ટીમ માટે કેટલાક લોકો બીડ કરવાની જવાબદારી લીધી છે. જેમાં અદાણી ગ્રુપ, ગ્લેજર ફેમિલી, ઓરબિંદો ફાર્મા, ટોરેન્ટો ફાર્મા, આરપી-સંજીવ ગોયન્કા ગ્રુપ, જિંદલ સ્ટીલ (નવીન જિંદલ), હિન્દુસ્તાન ટાઇમ્સ મીડિયા, રોની સ્ક્રૂવાલા, કોટક ગ્રુપ, સિંગાપુર બેસ્ડ પીઇ ફર્મ, સીવીસી પાટર્નર્સ અને બ્રોડકાસ્ટ એન્ડ સ્પોટ કંસલ્ટિંગ એજન્સીઝ આઇટીડબલ્યૂ અને ગ્રુપ એમ સામેલ છે.

BCCI આશરે 7 હજાર કરોડથી લઇને 10 હજાર કરોડની બિડિંગ પ્રાઇસની આશા વ્યક્ત કરી રહ્યુ છે. બીજી તરફ તેની બેસ પ્રાઇસ 2 હજાર કરોડ રાખવામાં આવી છે. જેટલા પણ ગ્રુપ્સ મળીને બિડ કરે છે, તે દર વર્ષે ત્રણ હજાર કરોડનો નફો કમાય છે. જોવાનું હશે કે અંતે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ તેમાં કેટલા સફળ થાય છે.

(5:35 pm IST)