Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

ફેઝ-૨ માટે ૨૬મીએ રાત્રે ૧૧.૫૦ વાગ્યા સુધી નીટ યુજીની રજીસ્ટ્રેશન પ્રોસેસ પૂરી કરી શકાશે

મેડિકલમાં એડમિશન લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે NTAની મહત્વની જાહેરાત

નવી દિલ્હી,તા.૨૨: મેડિકલનાં સ્ટુડન્ટ્સ માટે એડમિશન માટે લેવામાં આવતી એન્ટ્રન્સ એકઝામ ફચ્ચ્વ્ એટલે નેશનલ એલીજીબીલીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ સંબંધિત એક નવી અપડેટ આવી છે.

એનટીએ એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા અને એપ્લિકેશન કરેકશન વિન્ડો ખોલી દેવામાં આવી છે.

નવી નોટિસ અનુસાર ૨૬ ઓકટોબર રાત્રે ૧૧.૫૦ વાગ્યા સુધી NEET UG PHASE ૨ રજીસ્ટ્રેશન પ્રોસેસ પૂરી કરવા માટે સમય આપવામાં આવ્યો છે. આ માટે અધિકૃત વેબસાઇટ neet.nta.ac.in છે.

આ વેબસાઇટ પર જઈને ઉમેદવારો પોતાની એપ્લિકેશન નંબર અને પાસસવર્ડ નાખીને લૉગિન કરી શકે છે અને લિન્ક પર જઈને NEET UG એપ્લિકેશન ફોર્મ પર પોતાની રાષ્ટ્રીયતા, લિંગ, ઈમેલ એડ્રેસ, કેટેગરી આદિ માહિતી સુધારી પન શકે છે. દેખીતી રીતે આ પગલું એનટીએ દ્વારા ઉમેદવારોની મોટા પ્રમાણમાં કરવામાં આવેલી રિકવેસ્ટ નાં કારણે ઉઠાવવામાં આવ્યું છે.

NTA દ્વારા NEET 2021 એપ્લિકેશન ફોરમ બે ભાગમાં ભરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ટેપ ૧ અને સ્ટેપ ૨ આવેદન પત્રનો પહેલો ભાગ પરીક્ષા પહેલા ઉમેદવારો દ્વારા ભરવામાં આવે છે અને બીજો ભાગ રિઝલ્ટ જાહેર થયા પછી ભરવામાં આવે છે. બીજા ફેઝનું રજીસ્ટ્રેશન પૂરું થયા બાદ ૨૬ ઓકટોબરે રિઝલ્ટ જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે.અન્ય કોઈ પન અપડેટ માટે ઉમેદવાર વેબસાઇટની મુલાકાત લઇ શકે છે.

(4:22 pm IST)