Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

મૂળ રાજકોટના કેયુર કામદારનો વેસ્ટ ઓસ્ટ્રેલીયાની ચૂંટણીમાં વિજય

રાજકોટ,તા.૨૨: મુળ રાજકોટ અને છેલ્લા ૧૪ વર્ષથી પર્થ સિટિ ઓફ આમ્રડેલ (વેસ્ટ ઓસ્ટ્રેલિયા) ખાતે કેયુર યોગેશભાઈ કામદારની સ્થાનિક કોર્પોરેટરની ચૂંટણીમાં ભવ્ય વિજય થયો છે. છેલ્લી ૬ ટર્મથી સતત જીતી રહેલ ઉમેદવારને ૬૧ ટકા મત મેળવીને હાર આપી છે.

બેલેટ પેપર વોટિગ પ્રથાથી મતદાન થયું હતું. કેયુર કામદાર રાજકોટના જાણીતા કરવેરા સલહાકાર સ્વ.યોગેશભાઈ કામદારના પુત્ર તથા યુવા ટેકસ એડવોકેટ હેમલ કામદારના મોટાભાઈ થાય છે.

(3:49 pm IST)