Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

સુરતમાં રફ હીરાની હરરાજી થશેઃ રશિયાની વિશ્વની ટોચની કંપની અલરોઝાએ દર્શાવી તૈયારી

સુરતના ડાયમંડ ઉધોગપતિઓએ રફની ખરીદી કરવા અત્યારસુધી રશિયા, આફ્રિકા સહિતના દેશોમાં જવું પડતું

સુરત, તા.૨ર : ભારતના હીરા ઉધોગ માટે આયાત થતી ફર્મમાંથી ૪૦ ટકા રફ રશિયાથી આયાત કરવામાં આવે છે. અત્યારસુધી સુરતના ડાયમંડ ઉધોગપતિઓએ રફની ખરીદી કરવા માટે રશિયા, આફ્રિકા સહિતના દેશોમાં જવાની ફરજ પડતી હતી.સુરત ખાતે વિશ્વના હીરા ઉધોગ માટે બની રહેલા સુરત ડાયમંડ બુર્સનું પ્રથમ તબક્કાનું કામકાજ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. ત્યારે રશિયાની સૌથી મોટી હીરા ઉત્પાદક કંપની અલરોઝાના પ્રતિનિધિ મંડળે ડાયમંડ બુર્સની મુલાકાત લઈને રફ હીરાની હરાજી સુરતમાં જ કરવા માટે ઉત્સાહ દાખવ્યો છે.

સુરતના ખજોદ ખાતે બની રહેલા સુરત ડાયમંડ બુર્સનું કામ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે.ત્યારે રહીયાની રફ માઇનિંગ કંપની અલરોઝાનું પ્રતિનિધિ મંડળ સુરત ડાયમંડ બુર્સની મુલાકાતે આવ્યું હતું. આ પ્રતિનિધિ મંડળમાં અલરોઝાના ડેપ્યુટી સીઈઓ એવજેની એગયુરીવ, અલરોઝાના સેલ્સ વાઇસ પ્રેસિડન્ટ સ્ટેનિસલવ મર્ટન્સઃ અલરોઝા ઇન્ડિયાના ડિરેકટર જિમ.વી. સહીત ૬ વ્યકિતઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રતિનિધિ મંડળે ડાયમંડ બુર્સમાં બનનાર વિશ્વના સૌથી મોટા ઓકશન હાઉસને નિહાળ્યું હતું, ઓકશન હાઉસ જોયા બાદ સુરતમાં જ રફ હીરાનું ઓકશન કરવા માટેની તૈયારી બતાવી હતી. રશિયાના પ્રતિનિધિ મંડળ સાથે ડાયમંડ બુર્સના ચેરમેન સહીત ડાયમંડ બુર્સના કમિટી મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા.ભારતના હીરા ઉધોગ માટે આયાત થતી ફર્મમાંથી ૪૦ ટકા રફ રશિયાથી આયાત કરવામાં આવે છે. અત્યારસુધી સુરતના ડાયમંડ ઉધોગપતિઓએ રફની ખરીદી કરવા માટે રશિયા, આફ્રિકા સહિતના દેશોમાં જવાની ફરજ પડતી હતી. પરંતુ રશિયાની અલરોઝા કંપની દ્વારા સુરતમાં જ રફ હીરાની હરાજી માટે ઉત્સાહ દાખવવામાં આવતા સુરતના ઉધોગકારોને ઘરઆંગણે જ રશિયાના રફ હીરા મળી શકે છે.

(2:59 pm IST)