Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

બાંગ્લાદેશમાં રોહોંગ્યા રેફ્યુઝી કેમ્પ સ્થિત મદરેસામાં અંધાધૂંધ ફાયરિંગ :7 લોકોના મોત

અજાણ્યા હુમલાખોરોએ આડેધડ ફાયરિંગ કર્યું : ચાર લોકોના ઘટના સ્થળે અને ત્રણ લોકોના હોસ્પિટલમાં મોત

 

બાંગ્લાદેશના રોહિંગ્યામાં શુક્રવારે ફાયરીંગ થયુ છે . જેમાં 7 લોકોને મોત નીપજ્યાની જાણકારી છે. બાંગ્લાદેશ પોલીસના હવાલાથી આ જાણકારી આપવામાં આવી છે.

આ હુમલો રોહિંગ્યા રિફ્યૂજી કેમ્પમાં સ્થિત મદરેસામાં થયુ. અહીં અજ્ઞાત હુમલાખોરોને ફાયરીંગ કર્યું હતું. ફાયરીંગમાં ચાર લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે જ્યારે ત્રણ લોકોના મોત હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયા છે 

 

બાંગ્લાદેશના કૉક્સ બજારમાં દુનિયાનો સૌથી મોટો રોહિંગ્યા રિફ્યૂજી કેમ્પ છે. અહીં લગભગ 10 લાખ રોહિંગ્યા રહે છે. આ રોહિંગ્યા 2017માં મ્યાનમારથી ભાગીને આવ્યા હતા.

(1:16 pm IST)