Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

કન્હૈયા કુમાર, જિગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલ પહેલીવાર બિહારમાં ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં

બપોરે ત્રણેય યુવા નેતાઓનો પટનામાં રોડ શો -શક્તિ પ્રદર્શન કરશે : કોંગ્રેસની રિપુટી ત્રણ-ત્રણ દિવસ તારાપુર અને કુશેશ્વરસ્થાન વિસ્તારમાં રહીને પાર્ટીના પક્ષમાં જોરદાર માહોલ બનાવશે

બિહાર વિધાનસભાની બે બેઠકો પર યોજાનારી પેટા ચૂંટણીમાં કોંગ્રેસે સંપૂર્ણ તાકાત લગાવી છે. કોંગ્રેસના યુવા બ્રિગેડનો મહત્વનો ચેહરો કન્હૈયા કુમાર, જિગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલ એક સાથે શુક્રવારે પહેલીવાર બિહારમાં ચૂંટણી પ્રચાર માટે મેદાને ઉતરી રહ્યા છે. કોંગ્રેસની આ ત્રિપુટી ત્રણ-ત્રણ દિવસ તારાપુર અને કુશેશ્વરસ્થાન વિસ્તારમાં રહીને પાર્ટીના પક્ષમાં જોરદાર રીતે માહોલ બનાવવામાં કામ કરશે.

કોંગ્રેસનુ દામન પકડ્યા બાદ કન્હૈયા કુમાર, જિગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલ પહેલીવાર કોઈ ચૂંટણી જનસભામાં એક સાથે ઉતરી રહ્યા છે. ત્રણેય નેતા શુક્રવારે લગભગ બે વાગે પટના એરપોર્ટ પર આવશે. અહીંથી સદાકત આશ્રમ સુધી રોડ શો કરશે. ત્રણેય નેતા જનતાને મળીને સદાકત આશ્રમ પહોંચશે. કોંગ્રેસે પોતાના ત્રણેય યુવા નેતાઓના સ્વાગત માટે જોરદાર તૈયારી કરી છે. જેમાં ઢોલ-નગારા સાથે પાર્ટી કાર્યકર્તા રસ્તા પર શક્તિ પ્રદર્શન પણ કરશે.

બિહાર પેટાચૂંટણીમાં કોંગ્રેસ અને આરજેડી સામે-સામે મેદાનમાં છે જ્યારે એનડીએ એક થઈને ચૂંટણી લડી રહ્યા છે. એવામાં કોંગ્રેસે ચૂંટણી માહોલ બનાવવા માટે કન્હૈયા કુમાર, જિગ્નેશ મેવાણી હાર્દિક પટેલ જેવા યુવા ચહેરાને રણભૂમિમાં ઉતાર્યા છે. તારાપુરમાં આ નેતા 23થી 25 ઓક્ટોબર સુધી કોંગ્રેસ ઉમેદવાર રાજેશ મિશ્રાના પક્ષમાં ચૂંટણી માહોલ તૈયાર કરશે. જે બાદ 26થી 28 ઓક્ટોબર સુધી આ નેતા કુશેશ્વરસ્થાનમાં રહેશે. જ્યાં તેઓ અતિરેક કુમાર માટે જનતા પાસે મત માગશે.

કોંગ્રેસમાં જોડાયા બાદ કન્હૈયા કુમાર, જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલ પ્રથમ વખત એકસાથે ચૂંટણી પ્રચાર કરશે. ત્રણેય નેતાઓ શુક્રવારે બપોરે 2 વાગ્યે પટના એરપોર્ટ પર પહોંચશે. અહીંથી સદાકત આશ્રમ સુધી રોડ શો યોજાશે. ત્રણેય નેતાઓ જનતાને મળીને સદાકત આશ્રમ પહોંશે. કોંગ્રેસે ત્રણેય યુવા નેતાઓના સ્વાગત માટે જોરશોરથી તૈયારીઓ કરી છે, અહીં પાર્ટીના કાર્યકરો ઢોલ-નગારા વગાડીને રસ્તા પર શક્તિ પ્રદર્શન પણ કરશે

(12:10 pm IST)