Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

દિવાળી તહેવારો પહેલા સોના ચાંદીના ભાવમાં તેજીનો સંચાર :રેકોર્ડ સ્તરથી હજુ 86000 સસ્તું

સોનામાં એકધારો ધીમો સુધારો : ચાંદીના ભાવમાં પુરપાટ તેજી

મુંબઈ : દિવાળીના તહેવારો પહેલા સોના ચાંદીના ભાવમાં પણ વેગ આવવા લાગ્યો છે. રોકાણકારોને ખરીદીની તક છે કારણ કે સોનું હજુ પણ રેકોર્ડ સ્તર કરતાં 8600 રૂપિયા સસ્તું મળી રહ્યું છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ડિસેમ્બરમાં ડિલિવરી માટે સોનું 0.3 ટકા વધ્યું છે. બીજી બાજુ ચાંદીના ભાવમાં 0.49 ટકાનો વેપાર થયો છે.

ઓગસ્ટ 2020 માં MCX પર 10 ગ્રામ સોનાની કિંમત 56,200 રૂપિયાની ઊંચી સપાટીએ પહોંચી હતી. આજે MCX પર સોનું ડિસેમ્બર વાયદો રૂ 47,568 પ્રતિ 10 ગ્રામ પર છે જે હજુ પણ લગભગ 8632 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

(12:07 pm IST)