Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

ગુજરાત કોંગ્રેસને મળશે નવા પ્રમુખ

ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં મોટાપાયે ઉથલપાથલના

ભણકારા : રાહુલ ગાંધીની આજે મહત્વની બેઠક

નવી દિલ્હી તા. ૨૨ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ પક્ષમાં પણ મોટાપાયે ફેરફાર થાય તેવા ભણકારા વાગી રહ્યા છે. આજે કોંગ્રેસની મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. આજે યોજાનારી બેઠકમાં ગુજરાત કોંગ્રેસને નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે. રાહુલ ગાંધીએ આ બેઠક બોલાવી છે. ત્યારે રાહુલ ગાંધીએ બોલાવેલી બેઠકમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે તેઓ વન ટુ વન બેઠક કરશે.

રાહુલ ગાંધી આ નેતાઓ સાથે લાંબી બેઠક યોજી એક એક કરીને વિગતો મેળવશે. ગુજરાતમાં આવનારા સમયમાં કોંગ્રેસનું માળખું કેવું હશે અને કેવું હોવું જોઈએ, એ બાબતે ગુજરાતના નેતાઓના મંતવ્યો લેવામાં આવશે. જે બાદ નવા પ્રદેશ પ્રમુખનું નામ જાહેર કરાય તેવી શકયતા છે. આજે યોજાનારી બેઠકમાં કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ, ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ રાહુલ ગાંધી સમક્ષ હાજર રહેશે.

આ બાબતે સૌને પ્રશ્નો થઇ રહ્યા છે કે ગુજરાત કોંગ્રેસનું નવું માળખુ કેવું હશે? જણાવી દઈએ કે બેઠકમાં પ્રદેશ પ્રભારી રઘુ શર્મા બેઠકમાં હાજર રહેવાના છે. ત્યારે અમિત ચાવડા, પરેશ ધાનાણી, હાર્દિક પટેલ, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, જગદીશ ઠાકોર પણ બેઠકમાં રહેશે હાજર. સાથે જ પ્રદેશ પ્રમુખની રેસમાં અનેક નેતાઓના નામ ચાલી રહ્યા છે.

(11:22 am IST)