Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

તહેવારોમાં પ૬૮૮ કરોડના સ્‍માર્ટફોનના વેચાણનો અંદાજ

જરૂરી પાર્ટસની અછતના કારણે ઉત્‍પાદકો ભાવવધારો કરવા મજબૂર

નવી દિલ્‍હી તા. રર : ર૦ર૧ ની સૌથી મોટી ફેસ્‍ટીવ સીઝન શરૂ થઇ ગઇ છે. થોડા દિવસોમાં દિવાળી આવવાની છેજેના લીધે કેટલીય મોટી કંપનીઓ અને ઇ-કોમર્સ કંપનીઓ શાનદાર ફેસ્‍ટીવ સીઝન સેલ યોજી રહી છેજેમાં ગ્રાહકોને આકર્ષક ડીલ્‍સ અને ડીસ્‍કાઉન્‍ટ ઓફર કરાઇ રહ્યા છે આ દરમ્‍યાન સૌથી વધુ ઓનલાઇન વેચાી પ્રોડકટ સ્‍માર્ટ ફોન છ.ે જે સૌથી ઓછી કિંમતો પર વેચાઇ રહ્યા છે. હાલમાં જ આવેલ રિસર્ચ ફર્મ કાઉન્‍ટર પોઇન્‍ટના રિપોર્ટ અનુસાર આ તહેવારો સીઝનમાં દેશમાં સ્‍માર્ટ ફોનનું વેચાણ રેકોર્ડ ૭.૬ અબજ ડોલર (પ૬૮પ૮ કરોડ રૂપિયા) જેટલું થવાનો અંદાજ છે તહેવારોની આ સીઝન દરમ્‍યાન સ્‍માર્ટફોનની રીટેલ એવરેજ સેલીંગ પ્રાઇસ (એએસથી) પણ ૧૪ ટકા વધીને ર૩૦ અમેરીકન ડોલર (લગભગ ૧ર૦૦) રૂપિયા) પર પહોંચવાની આશા છે. કાઉન્‍ટર પોઇન્‍ટના સીનીયર વિશ્‍લેષક પ્રચિરસિંહે કહ્યું કે દશેરા અને દિવાળી દરમ્‍યાન ગ્રાહકોની વધારે માંગને કારણે ભારતમાં સ્‍માર્ટફોનનું વેચાણ વધી રહ્યું છે સિંહ કહ્યું કે આ વર્ષે મીડ અને પ્રીમીયર સેગમેંટમાં માંગ વધારેછ.ે અમારૂ અનુમાન છે કે ચાલુ તહેવારો સીઝન દરમ્‍યાન લગભગ ૭.૬ અબજ ડોલરના સ્‍માર્ટફોન વેચાશે.
માંગમા આ વધારો એવા સમયે આવ્‍યો છે જયારે વૈશ્વીક સ્‍માર્ટફોન ઇન્‍ડસ્‍ટ્રી કમ્‍પોનન્‍ટની અછતનો સામનો કરી રહી છ.ે સિંહે કહ્યું કે આના પરિણામે ઉત્‍પાદકો કિંમતમાં વધારો કરવા મજબુર બન્‍યા છે. જેનીઅસર બજાર અને બજેટ સેગમેન્‍ટ પરમોરા પાયે થશે.(૬.૧૩)

 

(11:16 am IST)