Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

તહેવારોમાં અભિનેતા રિતેશ દેશમુખે મીઠાઈના ભાવ પોસ્ટ કરતા સોશ્યલ મીડિયામાં ધમાલ : કેટલાક યુઝર્સે ટ્રોલ કર્યો

રિતેશ દેશમુખે પોસ્ટને ખૂબ જ રમુજી રીતે શેર કરી પરંતુ કેટલાક યુઝર્સને તેની સ્ટાઈલ પસંદ આવી નહી

મુંબઈ :  બોલિવૂડ અભિનેતા રિતેશ દેશમુખ અભિનય માટે જાણીતા છે. રિતેશ હંમેશા પોતાની વાત ખાસ રીતે રજૂ કરે છે. રિતેશ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર કોઈને કોઈ પોસ્ટ શેર કરતા રહે છે. તાજેતરમાં રિતેશે મીઠાઈઓ વિશે એક પોસ્ટ શેર કરી હતી, ત્યારબાદ તે યુઝર્સના નિશાના પર આવી ગયા છે. ચાહકોની વચ્ચે પોતાની મનોરંજક શૈલી રજૂ કરવા માટે પ્રખ્યાત રીતેશને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. ટ્વીટર યુઝર્સે મીઠાઈની કિંમત પોસ્ટ કરવા બદલ રિતેશને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો છે.

હાલમાં તહેવારોની સિઝન ચાલી રહી છે. આવી સ્થિતિમાં તહેવારના ખાસ પ્રસંગે ઘણી વખત મીઠાઈના ભાવ વધે છે, કારણ કે તહેવાર પર મીઠાઈઓને વિશેષ મહત્વ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં રિતેશે રેટ લિસ્ટ પોસ્ટ કરીને ટોણો માર્યો છે.

રિતેશે એક યાદી શેર કરી છે, આ યાદીમાં લાડુની કિંમત 400 રૂપિયા પ્રતિ કિલો, જલેબીની કિંમત 600 રૂપિયા પ્રતિ કિલો, કાજુ બરફીની કિંમત 800 રૂપિયા પ્રતિ કિલો અને ચોકલેટની કિંમત 1000 રૂપિયા પ્રતિ કિલો છે. આ પછી નીચે લખ્યું છે કે વજન ઘટાડવું 15,000 રૂપિયા પ્રતિ કિલો હશે, સંભાળીને પસંદ કરજો.

એટલું જ નહીં, આ પોસ્ટ શેર કર્યા પછી રિતેશે લખ્યું છે કે વિચાર્યું કે તમને ચેતવણી આપી દવ. જોકે રિતેશ દેશમુખે આ પોસ્ટને ખૂબ જ રમુજી રીતે શેર કરી હતી, પરંતુ તેમ છતાં કેટલાક યુઝર્સને તેની સ્ટાઈલ પસંદ આવી ન હતી.

(12:00 am IST)