Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

બિહાર બાદ હવે મધ્યપ્રદેશમાં ગાજ્યો મફત રસીનો મુદ્દો : શિવરાજસિંહે કહ્યું- કોરોના રસી મફત અપાશ

કોરોના રસીને ચૂંટણી જીતવા માટે નેતાઓએ હાથવગું હથિયાર બનાવ્યું

બિહારમાં હજુ થોડા સમય પહેલા જ ચૂંટણી વચન તરીકે ભાજપે કોરોના રસી મફતમાં દેવાનો ચૂંટણી વાયદો કર્યો હતો, જેને લઈને મોદી સરકાર પહેલાથી જ કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓના નિશાને છે અને હવે માધ્ય પ્રદેશમાં પણ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે રાજ્યમાં બધાને કોરોના રસી મફતમાં આપવાનો વાયદો કર્યો છે, નોંધનીય છે કે મધ્યપ્રદેશમાં પણ પેટાચૂંટણીઓ યોજાવા જઈ રહી  છે ત્યારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું કે  "પ્રદેશમાં કોરોના રસી મફત અપાશે"

(11:34 pm IST)