Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

'શિયાળામાં સ્વાઇન ફ્લૂની માફક ઝડપથી ફેલાય શકે છે કોરોના'. એમ્સના ડાયરેક્ટરે આપી ચેતવણી

કે વાયુ પ્રદુષણ પણ કોવિડ-19ના પ્રસારમાં ઘણી હદ સુધી મદદ કરશે

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસથી મહારાષ્ટ્ર, યૂપી સહિત દેશભરમાં કોરોના વાયરસના કેસમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. પરિણામ તે છે કે દેશમાં એક્ટિવ કેસમાં ઘટાડો થઈ રહ્યો છે અને જનજીવન સામાન્ય થતું જોવા મળી રહ્યું છે. પરંતુ ખુદ પ્રધાનમંત્રી  મોદીએ લોકોને સાવધાન કર્યા છે અને માસ્ક તથા બે ગડની દૂરી જેવી સાવચેતી હજુ પણ રાખવાનું કહ્યું છે. તો એમ્ડના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા પ્રમાણે આ રાહત વધુ દિવસ સુધી ટકશે નહીં.

ડો. ગુલેરિયાએ કહ્યુ, સ્વાઇન ફ્લૂ શિયાળામાં ઝડપથી ફેલાય છે. આ રીતે કોવિડ પણ ફેલાશે. આ વાતના પણ પૂરાવા છે કે વાયુ પ્રદુષણ પણ કોવિડ-19ના પ્રસારમાં ઘણી હદ સુધી મદદ કરશે. તેના પર ઇટાલી અને ચીનમાં થોડા મહિના પહેલા અભ્યાસ કરવામાં આવ્યો છે.

(10:43 pm IST)