Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

સ્‍માર્ટફોન બનાવનાર કંપની ઓપ્‍પોએ નવો સ્‍માર્ટફોન A33 લોન્‍ચ કરી દીધોઃ ફિલપકાર્ટ અને રિટેઇલ આઉટલેટસ ઉપર વેચાણ શરૂ કરાશે

નવી દિલ્હી: સ્માર્ટફોન બનાવનાર કંપનીએ પોતાનો નવો સ્માર્ટફોન Oppo A33 લોન્ચ કરી દીધો છે. આ ફોનમાં 90 હર્ટ્ઝ રિફ્રેશ રેટ ડિસ્પ્લે અને ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે.

Oppo A33 ના 3 પ્લસ (3+) 32GB વેરિએન્ટની કિંમત 11,990 રૂપિયા રાખવામાં આવી છે. જલદી જ તેનું વેચાણ ફ્લિપકાર્ટ અને તમામ મુખ્ય રિટેલ આઉટલેટ્સ પર શરૂ કરવામાં આવશે.

કોટક બેંક, આરબીએલ બેંક, બેંક ઓફ બરોડા અને ફેડરલ બેંક આ ફોનની ખરીદી પર ગ્રાહકોને 5 ટકાનું કેશબેક ઓફર અલગથી આપી રહી છે. Oppo A33 સ્માર્ટફોનમાં 90 હર્ટ્ઝ રિફ્રેશ રેટ સપોર્ટ અને 6.5 ઇંચનો એક પંચ હોલ સ્ક્રીન આપવામાં આવ્યો છે.

આ સ્માર્ટફોનમાં પાછળ તરફ એઆઇ ટ્રિપલ કેમેરા સેટઅપ છે, જેમાં 13 એમપીનો મેન કેમેરો, 2 એમપીનો ડેપ્થ કેમેરો અને 2 એમપીનો માઇક્રો લેન્સ છે. ફોનમાં સેલ્ફી માટે 8એમપીનો એક ફ્રંટ ફેસિંગ કેમેરો છે.

આ ફોન સ્નૈપડ્રૈગન 460 મોબાઇલ પ્લેટફોર્મ દ્વારા સંચાલિત છે. જેમાં 3 જીબી LPPDR 4 એક્સ રેમ અને 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ છે. અને વધુ સ્ટોરેજ માટે ડિવાઇસમાં માઇક્રોએસડી કાર્ડ સ્લોટની સુવિધા છે.

(5:24 pm IST)