Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

ચીનમાં ટેકનીશ્‍યનો દ્વારા 7600 ટન વજનવાળા અને 1935માં બનાવેલ બિલ્‍ડીંગને રોબોટિક પગ લગાવીને અન્‍યત્ર ખસેડાઇ

નવી દિલ્હી: ચીનની એક બિલ્ડિંગને ખસેડવામાં આવી છે, જી હાં આ સત્ય છે. અહીંની સ્ટેટ બ્રોડકાસ્ટ CCTV ના અનુસાર, ચીને તાજેતરમાં જ એક ઐતિહાસિક બિલ્ડિંગને હટાવી શંઘાઇમાં એક નવી જગ્યા પર પહોંચાડી દીધું. આ બિલ્ડિંગનું વજન 7600 ટન છે. અહીંના ટેક્નોશિયનોએ બિલ્ડીંગને 61.7 મીટર (202.4 ફૂટ) તેના માટે તેમને બિલ્ડિંગને વિશેષ પ્રકારના રોબોટિક પગ લગાવ્યા. 

1935 માં બની હતી આ બિલ્ડિંગ

આ બિલ્ડીંગનું મૂળ નામ લાગેના પ્રાઇમરી સ્કૂલ છે અને તેને 1935માં બનાવવામાં આવી છે. પછી 2018 સુધી આ બિલ્ડિંગનો ઉપયોગ એક મિડલ સ્કૂલ તરીકે કરવામાં આવ્યો. આ બિલ્ડિંગ પાસે એક નવું બિલ્ડિંગ નિર્માણ થઇ રહ્યું હતું. એવામાં આ બિલ્ડિંગને ધ્વસ્ત કરવી પડી. જોકે ટેક્નોશિયન આ ઐતિહાસિક બિલ્ડીંગને નુકસાન પહોંચાડવા માંગતા નથી એટલા માટે તેમણે આ બિલ્ડિંગને ત્યાંથી હટાવીને કોઇ અન્ય જગ્યા પર લઇ જવાનો નિર્ણય કર્યો. તેના માટે તેમણે ખરેખર પગ પર ચલાવવામાં આવ્યા. 

આ રીતે ચાલી 5 માળની બિલ્ડિંગ

એક કંસ્ટ્રક્શન કંપનીના ટેક્નિશિયનને બિલ્ડિંગમાં 198 રોબોટ ડિવાઇસ ફીટ કર્યા જે બિલ્ડિંગના પગની માફક દેખાઇ રહ્યા છે. ત્યારબાદ આ બિલ્ડિંગને ચલાવીને અન્ય જગ્યાએ લઇ ગયા. આ બિલ્ડિંગ 5 માળ ઉંચી છે અને હવે તેમની નવી જગ્યા પર છે. તેને 15 ઓક્ટોબરના રોજ આ જગ્યા પર પહોંચાડવામાં આવ્યા હતા. 

ચીનના સીસીટીવીના અનુસાર બિલ્ડિંગને નવી જગ્યા પર પહોંચાડ્યા બાદ તેને રિનોવેટ કરવામાં આવી રહ્યા છે, જેથી તેને ઐતિહાસિક રીતે સંરક્ષિત કરવામાં આવે.

(5:22 pm IST)