Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

ફેબ્રુઆરી સુધીમાં આવી જશે દેશી વેકસીન

હાંશ...હવે વધુ રાહ જોવી નહિ પડેઃ કોવાકસીનના અંતિમ તબક્કાના પરિક્ષણને મંજુરી : ICMR અને ભારત બાયોટેકની આ દવાનું ટ્રાયલ આવતા મહિને શરૂ થઇ શકે છે

નવી દિલ્હી, તા.૨૨: દેશી કોરોના રસી નું અંતિમ તબક્કાનું ટ્રાયલ આવતા મહિને શરૂ થઇ શકે છે. ભારત બાયોટેક ને ડ્રગ રેગ્યુલેટર તરફથી ત્રીજા તબક્કા માટે ટ્રાયલની મંજૂરી મળી ગઇ છે. DGCIના એકસપર્ટ કમિટીની મંગળવારે મીટિંગ યોજાઇ હતી. તેમાં રસીના અંતિમ ટ્રાયલને મંજૂરી મળી ગઇ. DGCI એ પ્રોટોકોલમાં થોડુંક સંશોધનકર્યું છે. ભારતમાં રસીના ટ્રાયલમાં ૨૫ હજારથી વધુ લોકો સામેલ થાય તેવી સંભાવના છે. તેમણે ૨૮ દિવસના અંતરાલ પર રસીના બે ડોઝ અપાશે. શરૂઆતના ટ્રાયલમાં રસીના પરિણામોએ આશા જગાવી છે. Covaxin પહેલી સ્વદેશી કોરોના વાયરસ રસી છે. તેને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ની સાથે મળીને બનાવી છે.

કમિટીની એક મીટિંગ ૫ ઓકટોબરના રોજ થઇ હતી. તેમાં કંપનીને ત્રીજા તબક્કાના ટ્રાયલના પ્રોટોકોલને ફરીથી સબમિટ કરવા માટે કહ્યું હતું. કમિટીનું માનવું હતું કે તબક્કા-૩ સ્ટડીની ડિઝાઇન તો સંતોષજનક હતી. પરંતુ તેની શરૂઆત તબક્કા-૨ના સેફ્ટી અને ઇમ્યુનોજેનિસિટી ડેટામાંથી યોગ્ય ડોઝ નક્કી કર્યા બાદ થવું જોઇએ. કમિટીએ ફર્મ પાસે પહેલાં એ ડેટાની માંગણી કરી હતી.

ભારત બાયોટેકનો પ્લાન છે કે Covaxin નું અંતિમ ટ્રાયલ દિલ્હી સિવાય ઉત્ત્।ર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, પંજાબ અને અસમમાં કરાયું. કંપની ફેબ્રુઆરી સુધીમાં ફાઇનલ ટ્રાયલના રિઝલ્ટસ આવવાની આશા કરી રહ્યું છે. ત્યારબાદ અપ્રૂવલ અને માર્કેટિંગની પરમિશન માટે એપ્લાય કરાશે.

ભારત બાયોટેકે પોતાની કોવિડ રસીમાં Alhydroxiquim-II નામનું અજુવંટ જોડ્યું છે. આ વેકસીનના ઇમ્યુન રિસપોન્સને શ્રેષ્ઠ કરશે અને તેનાથી લાંબા સમય સુધી કોરોનાથી સુરક્ષિત રહેશે. અજુવંટ એક એવું એજન્ટ હોય છે જેને ઉમેરવા પર રસીની ક્ષમતા વધી જાય છે. રસી આપ્યા બાદ શરીરમાં વધુ એન્ટીબોડીઝ બને છે અને લાંબા સમય સુધી ઇમ્યુનિટી મળે છે.

Covaxin સિવાય ભારતમાં બીજી બે કોરોનાની રસીનું ટ્રાયલ ચાલી રહ્યું છે. સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા (SII) એ ઓકસફર્ડ-એસ્ટ્રાઝેનેકાની રસીમાં પાર્ટનરશીપ છે. કંપની દેશમાં તેમની રસી કોવિશીલ્ડનું ટ્રાયલ કરી રહી છે. આ સિવાય ઝાયડસ કેડિલાએ ZyCov-D નામથી રસી બનાવી છે. કેટલીય બીજી કંપનીઓ પણ રિસર્ચ કરી રહી છે. કેટલાંકે વિદેશી કંપનીઓ સાથે રસીને લઇ ડીલ પણ કરી છે.

(3:04 pm IST)