Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

છૂટાપૈસાને બદલે દુકાનદાર ચોકલેટ પધરાવે તો ગ્રાહક કરી શકે ફરિયાદ : ટોલ ફ્રી નંબર જાહેર

ફરિયાદ સાચી જણાય તો દુકાનદાર સામે કાર્યવાહી થઈ શકે

નવી દિલ્હી : દેશમાં નવો ગ્રાહક સુરક્ષા કાયદો લાગુ થયા પછી હવે કોઈપણ વ્યક્તિ છુટ્ટાને બદલે અન્ય વસ્તુ આપવા અંગે ગ્રાહક મંચને ફરિયાદ કરી શકે છે.

બજારમાં દુકાનદાર ગ્રાહકને 1 રૂપિયા, 2 રૂપિયા, 5 રૂપિયા આપવાને બદલે શેમ્પુ, ચોકલેટ, મુખવાસના પેકેટ જેવી વસ્તુઓ પકડાવી દે છે અને સ્પષ્ટ શબ્દોમાં કહી દે છે કે છૂટ્ટા પૈસા જ નથી... આવી સ્થિતિમાં જો તમને કોઈ દુકાનદાર સિક્કાના બદલામાં દુકાનદાર ચોકલેટ કે અન્ય વસ્તુ લેવા દબાણ કરે તો તેના વિરુદ્ધ ફરિયાદ કરી શકાય છે. ફરિયાદ માટે નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.

  આવા ગ્રાહકો ભારત સરકારની વેબસાઇટ https://jagograhakjago.gov.in/ અને https://consumerhelpline.gov.in/ પર ફરિયાદ કરી શકે છે અથવા તો ટોલ ફ્રી નંબર 1800-11-4000 અથવા 14404 પર આ મામલે ફરિયાદ કરી શકે છે. આ સાથે જ તમે મોબાઇલ નંબર 8130009809 પર એસએમએસ દ્વારા પણ દુકાનદારની ફરિયાદ નોંધાવી શકો છો. આવા કેસમાં ફરિયાદ સાચી જણાય તો દુકાનદાર સામે કાર્યવાહી થઈ શકે છે.

(10:29 am IST)