Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

મહારાષ્ટ્રમાં બસપા નેતાએ ઇવીએમ મશીન પર ફેંકી શાહીઃ કહ્યું ઇવીએમ મુર્દાબાદ

        મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમ્યાન સોમવારના બસપા નેતા સુની ખંબે દ્વારા થાણાના એક મતદાન કેન્દ્રની અંદર ઇવીએમ મશીન પર શાહી ફેંકવાનો મામલો સામે આવ્યો છે.

        વિડીયોમાં સુનિલ ઇવીએમ મશીન મુર્દાબાદ અને ઇવીએમ નહી ચલેગા જેવા નારા લગાવતા જોઇ શકાય છે. મતદાન કેન્દ્ર પર હાજર  પોલીસ સુનીલને પકડીને પોલીસ સ્ટેશને લઇ ગઇ હતી.

(10:55 pm IST)