Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

જમ્મુકાશ્મીર-લડાખના કર્મીને બધા જરૂરી લાભો

સાતમાં પગાર પંચની ભલામણો અમલી

નવી દિલ્હી, તા.૨૨: નવા કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર અને લડાખના સરકારી કર્મચારીઓને ૩૧મી ઓક્ટોબરથી સાતમાં પગાર પંચની ભલામણ મુજબ પગાર અને અન્ય લાભ આપવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા આજે આ સંદર્ભમાં જરૂરી આદેશ જારી કરવામાં આવ્યા હતા.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીર અને લડાખ કેન્દ્ર શાસિત પ્રદેશના સરકારી કર્મચારીઓને સાતમાં પગાર પંચની ભલામણી મુજબ ચુકવણી કરવાને મંજુરી આપી દીધી છે. ૩૧મી ઓક્ટોબરથી સરકારી કર્મચારીઓને પગાર અને અન્ય લાભ મળશે. હાલમાં જ જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને નાબૂદકરવામાં આવી હતી અને જમ્મુ કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિભાજિત કરવાનો નિર્ણય કરાયો હતો જે પૈકી જમ્મુ કાશ્મીર અને લડાખ કેન્દ્ર શાસિતપ્રદેશનો સમાવેશ થાય છે. જમ્મુ કાશ્મીરને અપાયેલો ખાસદરજ્જો પાછો ખેંચી લેવાયો હતો.

(10:03 pm IST)