Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

જમ્‍મુ-કાશ્‍મીર અને લદ્દાખના 4.30 લાખ કર્મચારીઓની દિવાળી સુધારતી કેન્‍દ્ર સરકારઃ સાતમું પગારપંચ લાગુ

નવી દિલ્હી: જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં કામ કરનાર સરકારી કર્મચારીઓને સરકાર તરફથી દિવાળીની ભેટ આપવામાં આવી છે. ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં કામ કરનારા સરકારી કર્મચારીઓ માટે સાતમું પગાર પંચ લાગુ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આગામી 31 ઓક્ટબરથી નવા નિયમ મુજબ તેને લાગુ કરવામાં આવશે. સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયથી 4.30 લાખ કર્મચારીઓને સીધો ફાયદો થશે. સરકારના આ નિર્ણય કેન્દ્ર શાસિત પ્રદેશ બનનાર જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં 31 ઓક્ટબરથી લાગુ કરવામાં આવશે.

સંબંધિત આદેશ જાહેર કર્યા

ગૃહ મંત્રીએ 31 ઓક્ટબરથી અસ્તિત્વમાં આવતા જમ્મુ કાશ્મીર અને લદ્દાખના તમામ કર્મતારીઓને સાતમા પગાર પંચની રજૂઆતને સ્વીકારી છે. ગૃહ મંત્રાલય તરફથી આ સંબંધિત આદેશ જાહેર કરવામાં આવ્યા છે. વર્તમાન જમ્મુ કાશ્મીરના રાજ્યોમાં કાર્યરત 4.5 લાખ સરકારી કર્મચારીઓને સામા પગાર પંચની રજૂઆતના અનુરૂપ તમામ ભથ્થા જેવા કે ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ, હોસ્ટેલ એલાઉન્સ, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ, લીવ ટ્રાવેલ કન્શેશન (LTC), ફિક્સ મેડિકસ એલાઉન્સ જેવા અન્ય ભથ્થા આપવા પર કુલ ખર્ચ અંદાજે 4800 કરોડ રૂપિયા આવશે.

વર્ષના વધનારો ખર્ચ

વિગતો

રકમ-કરોડ

ચિલ્ડ્રન એજ્યૂકેશન અલાઉન્સ

607 કરોડ

હોસ્ટલ અલાઉન્સ

1823 કરોડ

ટ્રાન્સપોર્ટ અલાઉન્સ

1200 કરોડ

લીવ ટ્રાવેલ કન્શેશન  LTC

1000 કરોડ

ફિક્સડ મેડિકલ અલાઉન્સ

108 કરોડ

અન્ય ભથ્થા

62 કરોડ

કુલ

4800 કરોડ

(5:38 pm IST)