Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

પુષ્‍ય નક્ષત્રથી બજારમાં પ્રાણ ફૂંકાયાઃ કરોડોનો બિઝનેશઃ ધનતેરસ માટે ઓટોમોબાઇલ અને ઇલેકટ્રોનિક સેક્‍ટરમાં બુકીંગની પડાપડી

નવી દિલ્હી: પુષ્ય નક્ષત્રના પહેલાં દિવસે શહેરના બજારોમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે. પુષ્ય નક્ષત્રના શુભ સંયોગમાં પહેલાં દિવસે ઓટો મોબાઇલ, જ્વેલરી અને ઇલેક્ટ્રોનિક સેક્ટરમાં ધરનતેરસ માટે વાહન, ઘરેણાં અને ઇલેક્ટ્રોનિક આઇટમનું ધૂમ બુકિંગ થઇ રહ્યું છે. શહેરોના બજારોમાં સવારથી ગ્રાહકોની ભીડ ઉમટી પડી છે. પહેલાં દિવસે જોરદાર બુકિંગ અને બિઝનેસને જોતાં પુષ્ય નક્ષત્રના બીજા દિવસે મંગળવારે બિઝનેસ વધવાથી આશા વધી જવા પામી છે. પુષ્ય નક્ષત્રમાં શુભ સંયોગ હોવાથી ખરીદી કરવાથી ફાયદો થતો હોવાથી તે જ નક્ષત્રોમાં ખરીદી કરે છે.

આ વખતે 21 અને 22 ઑક્ટોબર એમ બંને દિવસે પુષ્ય નક્ષત્રનું મહામૂહુર્ત છે. આપણે ત્યાં આ દિવસોમાં ખરીદી કરવાને શુભ માનવામાં આવે છે.આ વર્ષે પુષ્ય નક્ષત્ર સોના, ચાંદી, વાસણો, જમીન, મકાનોની ખરીદી માટે 23 કલાક અને સાત મિનિટનો રહેશે. સોમવારે, જ્યાં સોમ પુષ્ય સાથે સાધ્ય યોગ થશે અને 22 ને મંગળવારે, ભૌમ પુષ્ય પર સર્વાર્થસિદ્ધિ સંયોગ થશે.

22 ઓક્ટોબરે મંગળવાર છે, આ દિવસે પુષ્ય નક્ષત્ર હોવાના કારણે વર્ધમાન યોગ બની રહ્યો છે. મંગળવારે મકાન, સજાવટની ચીજો કે સોફા, વાહન વગેરે ખરીદી શકાય છે. આ શુભ યોગમાં રોકાણ કરવાથી પણ ધનની વૃદ્ધિ થાય છે.

આ દિવસે સોનું, ચાંદી, વાસણ, કપડાં, ઘરેણાં, જમીન, વાહન કે અન્ય વસ્તુઓ ખરીદવા માટેનો શુભ યોગ છે. લાભ કે શુભના ચોઘડિયામાં ઘરેણાં ખરીદવું શુભ ગણાય છે. જો કે વાહન ખરીદવા માટે ચલ ચોઘડિયું સારું રહે છે. પુષ્ય નક્ષત્રમાં સોનાની ખરીદીને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. આ દિવસે સોનું ખરીદવાનું કારણ એ છે કે તેને શુદ્ધ, પવિત્ર અને અક્ષય ધાતુ ગણવામાં આવે છે.

જ્વેલર્સોએ જણાવ્યુ હતું કે, ઘણા લાંબા સમય બાદ બજારમાં ખરીદી જોવા મળી હતી. પુષ્ય નક્ષત્ર સાથે સોનાચાંદીની ખરીદીમાં કેટલાય સમયથી ખોવાઈ ચૂકેલો ચળકાટ પરત ફરતા વેપારીઓએ એવી આશા વ્યકત કરી હતી કે, ધનતેરસમાં બજારમાં સારી ખરીદી નીકળશે. ધનતેરસના પર્વ અગાઉ સોના-ચાંદી અને ઘરવખરીની વસ્તુ ખરીદવા માટે ઉત્તમ ગણાતુ પુષ્ય નક્ષત્રમાં લોકો ખરીદી કરવા માટે વહેલી સવારથી ઉમટી પડયા હતા. દિવાળી અને તે પછી લગ્નસરાની સીઝન શરૃ થવાની હોવાથી આજે એન્ટીક ઝવેલરી, લાઈટવેટ ઝવેલરી અને ડાયમંડ ઝવેરીની ખરીદી મોટા પ્રમાણમાં થઈ હતી. જવેલર્સ બજારમાં સૌથી વધુ સોના અને ચાંદીના સિક્કાઓનું વેચાણ થયું હતું લોકો સોના-ચાંદીની ખરીદીમાં રોકાણ સુરક્ષિત સાથે શુકન અને પુણ્ય ફળ પ્રાપ્ત માટે માનતા હોય છે. કેટલાકે એડવાન્સ બુકીંગ કરાવીને પુષ્ય નક્ષત્રમાં ડીલવરી સ્વીકારી હતી.

નવા વાહનો અને ઈલેક્ટોનિક્સમાં ખરીદી

દિવાળીના તહેવાર પૂર્વે નાણાંકીય છૂટ થતા લોકો ટુ વ્હીલર અને ફોરવ્હીલર વાહનોની ખરીદી ચાલુ કરી દેતા ઓટો સેક્ટરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફોર વ્હીલરમાં એસયુવી,સેદાનની ખરીદી વધારે જોવા મળી રહી છે. ઉપરાંત ટુ વ્હીલરના વાહનો પણ લોકો ખરીદી રહ્યા છે. સામાન્ય રીતે લોકો વર્ષના પ્રથમ માસમાં વાહનોની ખરીદી કરતા હોય છે.જયારે વર્ષના અંતમાં ખરીદી કરવાનું ટાળતા હોય છે. આ વખતે વર્ષના અંત વખતે ખરીદી નીકળી છે.

(5:21 pm IST)
  • યોગ્ય વસ્ત્ર પરિધાન કરીને આવો : જીન્સ અને સ્લીવલેસ ટોપ પહેરી ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા ગયેલી યુવતીને ચેન્નાઈના RTO ઓફિસરે પાછી મોકલી : સલવાર અને કમીઝ પહેરીને આવ્યા પછી જ ડ્રાઇવિંગ ટેસ્ટ લીધો : કાયદામાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટે કોઈ ડ્રેસ કોડ નક્કી કરાયો ન હોવાનું મોટર એક્સીડંટ કેસ એડ્વોકેટનું મંતવ્ય access_time 12:41 pm IST

  • અરબી સમુદ્રના ડીપ્રેશનને લીધે પ.ભારતના સાગરકાંઠે દે ધનાધન પડશે : આવતા ૪૮ કલાકમાં અરબી સમુદ્રનું લો પ્રેસર, ડીપ્રેશનમાં ફેરવાઇ જશે જેને લીધે પશ્ચિમ ભારતના સાગર કાંઠે મુખ્યત્વે રત્નાગીરીથી મેંગ્લોર બેલ્ટ વચ્ચે ભારે વરસાદની આગાહી થઇ છે. access_time 12:54 pm IST

  • મુંબઇમાં આજે રાત્રે અને કાલે સવારે ભારે વર્ષાની શકયતા : મુંબઇમાં ખુશનુમાં હવામાન અને વાદળછાયા આકાશ સાથે વરસાદ પડશે. આજે રાત્રે અને વ્હેલી સવારે મુંબઇમાં ભારે વરસાદ અને તોફાની પવન ફુંકાવાની પણ શકયતા છે. મુંબઇ-૨ત્નાગીરી બેલ્ટમાં મોડી રાત્રે - વ્હેલી સવારે અને કાલે સવારે ભારે વરસાદી વાદળાઓ છવાશે અને તોફાની વરસાદની સંભાવના છે.દરમિયાન મુંબઇમાં ૧ાા થી ૨ ઇંચ વરસાદ પડી ગયો છે. પશ્ચિમના પરાઓમાં મધ્યમ અને પૂર્વીય પરાઓમાં હળવો વરસાદી દોર રહયો છે. રાઇગઢ-થાણે-નવી મુંબઇમાં પણ વરસાદી વાવડ છે. access_time 12:55 pm IST