Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

ઇટાલીની સુપર બાઇક બેનેલીએ ભારતમાં રજૂ કરી ઇમ્પીરિયલ ૪૦૦

કિંમત એકસ શો-રૂમ રૂ. ૧.૬૯ લાખઃ ૩ કલરમાં ઉપલબ્ધ

મુંબઇ, તા., રરઃ કલાસિક બાઇટ સેગમેન્ટમાં મોટો દાવર રમતા, ઇટાલીન સુપર બાઇક નિર્માતા બેનલીએ, પોતાના સૌથી વધારે અપેક્ષિત મોડલ્સ પૈકીના એક -ઇમ્પિરિયલ ૪૦૦ ને ભારતીય બજારમાં રૂપિયા ૧.૬૯ લાખ (એકસ શો-રૂમ ભારત) ની કિંમત સાથે લોન્ચ કરી છે.

મુકત મનના લોકો માટે કલાસીક બાઇક જે મજબુત રીતે પસારો બ્રાન્ડના વારસાને યાદ કરે છે. બનેલી ઇમ્પિરીયલ ૪૦૦ એ ૧૯પ૦ ના દાયકામાં રજૂ કરાયેલા ઐતિહાસીક મોડલ બનેલી - મોટી બી. રેન્જનું પુર્ન અર્થગઠન છે. શુધ્ધ ભાવના સાથેનું પ્રામાણિક બાઇક જે ભવ્ય અને પુરાતાન મોટર સાઇકલમાં પોતાના સારને જુવે છે.

બેનેલી ઇન્ડીયા સાથે ઇમ્પીરીયલ ૪૦૦ને પોતાના વર્ગમાં શ્રેષ્ઠ એવી આદર્શ  સ્થિતિમાં૩ વર્ષની અમર્યાદીત કિલોમીટરની વોરન્ટી પણ આપી રહયુ ંછે.

બેનેલી ઇમ્પીરીયલ ૪૦૦ને પ્રથમ ર વર્ષ માટે કોમ્પ્લીમેન્ટરી સર્વિસ સાથે રજુ કરાઇ છે. સાથેજ આગામી સપ્તાહોમાં કંપની વાર્ષિક મેઇન્ટેનન્સ કોન્ટ્રાકટ માટેપણ આયોજન કરી રહી છેે.જેથી કરીને ગ્રાહકને વેચાણ બાદ તમામ પ્રકારની અડચણોથી મુકત અનુભવ પ્રાપ્ત થવાનું સુનિશ્ચિત કરી શકાય.

બેનેલી ઇમ્પીરીયલ ૪૦૦ ત્રણ રંગના વિકલ્પમાં ઉપલબ્ધ છે લાલ, સિલ્વર અને કાળો.

બેનેલી ઇમ્પીરીયલ ૪૦૦ના લોન્ચ પ્રસંગે પોતાની ટીપ્પણીમાં બેનેલી  ઇન્ડીયાના મેનેજીંગ ડીરેકટર શ્રી વિકાસ ઝબાએ જણાવ્યું હતું  ભારતીય બજારમાં છેલ્લા બે મહિનામાં શ્રેણીબધ્ધ મોડલ્સને લોન્ચ કરવા બદલ અમે ખુશ છીએ અને આ સ્પષ્ટ રીતે બેનેલીની ભારત પ્રત્યેની પ્રતિબધ્ધતાને સાબીત કરે છે. ઇમ્પીરીયલ ૪૦૦ના લોન્ચ સાથે અમે આ સેગમેન્ટમાં મોટો દાવ રમી રહયા છીએ અને અમને પુર્ણ વિશ્વાસ છે કે દરેક રાઇડરને અમારી સેવા અને ઇમ્પીરીયલ ૪૦૦ સુધી પહોંચ સુનિશ્ચિત થઇ રહે તે માટે શ્રેણીબધ્ધ નવી ડીલરશીપના લોન્ચ કરવાની સાથે અમે બજારમાં નોંધપાત્ર હિસ્સો પ્રાપ્ત કરીશું.

(3:53 pm IST)