Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

કેનેડામાં જસ્ટીન ટ્રૂડો ફરી બનશે પીએમ પણ બહુમત સાબિત કરવો અઘરો

કેનેડામાં યોજાયેલ ચૂંટણી જસ્ટિન ટ્રુડોની લિબરલ પાર્ટીએ મેદાન મારી લીધું છે. લિબરલ પાર્ટીની જીત સાથે કેનેડાના પ્રધાનમંત્રી તરીકે ફરી એકવાર જસ્ટિન ટ્રુડો સત્ત્।ાનું સુકાન સંભાળશેઃ જો કે સંસદમાં લિબરલ પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી નથીઃ સરકાર રચવા માટે તેઓએ અન્ય પક્ષનો ટેકો લેવો પડી શકે છે

ટોરેન્ટો, તા. રર : લિબરલ પાર્ટી હાલ ૧૫૮ ડીસ્ટ્રીકમાં આગળ છે જયારે કન્ઝવેર્ટીવ પાર્ટી ૧૨૦ બેઠકો પર આગળ ચાલી રહી છે. કેનેડિયન હાઉસ ઓફ કોમન્સમાં સરકાર બનાવવા માટે કોઈપણ પક્ષને ઓછામાં ઓછી ૧૭૦ બેઠકો મેળવવી પડે છે. આ સ્થિતિમાં જસ્ટિન ટ્રુડોનું પ્રધાનમંત્રી બનવું નક્કી છે.

જો કે તેમના માટે જીતની રાહ આસાન નહોતી. લિબરલ પાર્ટી દ્યણા કૌભાંડમાં ફસાયેલ હતી તેમજ મતદારો જસ્ટિન ટ્રુડોથી દ્યણાં નારાજ હતા. એનડીપીના નેતા જગમીત સિંહે જોરદાર ઝુંબેશ ચલાવી હોવા છતાં તેમની પાર્ટી માત્ર ૨૪ બેઠકો પર અગ્રેસર રહી હતી.

કુલ બેઠકો ૩૩૮, સરકાર રચવા જોઇએ ૧૭૦, લિબરલ પાર્ટી - જસ્ટિન ટ્રુડો ૧૫૮ (ગયા વખતે ૧૭૭), કોન્ઝર્વેટિવ પાર્ટી - એન્ડ્રુ શીઅર ૧૨૦ (ગયા વખતે ૯૫), એનડીપી - જગમિત સિંદ્ય ૨૪ (ગયા વખતે ૩૯), બ્લોક કયુબેકવા - ફ્રાન્કોઇઝ બ્લેન્ચેટ ૩૨ (ગયા વખતે ૧૦), ગ્રીન પાર્ટી - એલિઝાબેથ મે ૩ (ગયા વખતે ૨), પીપલ્સ પાર્ટી - મેકિસમ બર્નિયર ૦ (ગયા વખતે ૧), અપક્ષ - ૧ (ગયા વખતે ૯) વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની લિબરલ પાર્ટીને ૧૫૮ બેઠક (૨૦૧૫માં  ૧૭૭ બેઠક મળી હતી) જયારે મુખ્ય વિપક્ષી નેતા એન્ડ્રુ શીઅરની કોન્ઝર્વેટિવ પાર્ટીને ૧૨૦ બેઠકો મળી છે (૨૦૧૫માં ૯૫ બેઠકો મળી હતી). અહીં ત્રીજા મોટા પક્ષ તરીકે એનડીપીના જગમિત સિંદ્ય હતા. જે ભારત વિરોધી ખાલીસ્તાન ચળવળને સપોર્ટ પણ કરે છે. તેમના પક્ષને ગઇ ચૂંટણીમાં ૩૯ બેઠકો મળી હતી. આ વખતે તેમને ૨૪ બેઠકો મળી છે. આશ્યર્યજનક રીતે બ્લોક કયુબેકવા પાર્ટીને ૩૨ બેઠકો મળી છે.

(3:37 pm IST)
  • રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રત કાલે દ્વારકાની મુલાકાતે : દેવભૂમિ દ્વારકા તા ૨૨ : ગુજરાત રાજયના મહામહિમ રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રત આગામી તા.૨૩ના દ્વારકાની મુલાકાતે આવનાર છે. રાજયપાલશ્રી સવારે ૯.૧૦ થી ૧૦.૦૦ દરમ્યાન દ્વારકાધીશ મંદિરની મુલાકાત લેશે, ત્યારબાદ ૧૧.૦૦ કાલકે રાજયપાલશ્રી કોસ્ટગાર્ડ, દ્વારકાની મુલાકાત લેશે. access_time 11:26 am IST

  • કેનેડામાં જસ્ટિન ટ્રૂડોની સરકારને બહુમતી મેળવવા હવે માત્ર 15 બેઠકનું છેટું : ટ્રૂડોની લિબરલ પાર્ટી 338 માંથી 155 બેઠક ઉપર અને વિરોધી કન્ઝર્વેટિવ પાર્ટી 122 બેઠક ઉપર આગળ : ભારતીય મૂળના શીખ આગેવાન જગમિત સિંઘની પાર્ટી ચોથા ક્રમે access_time 12:55 pm IST

  • કઠુઆ ગેંગરેપ : કોર્ટે SIT વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવા આપ્યો આદેશ : ગત વર્ષના જમ્મુ કાશ્મીરમાં આઠ વર્ષીય બાળકી સાથે ગેંગરેપ અને હત્યા મામલામાં નવો વળાંક : જમ્મુ કાશ્મીરની એક અદાલતે આ મામલાની તપાસ કરતી જમ્મુ કાશ્મીર પોલીસની એસઆઈટી ટીમના છ સભ્યો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવા આદેશ આપ્યો access_time 1:06 am IST