Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

પાક. પોતાનુ વલણ નહીં બદલે તો ભારતીય લશ્કર LOC પાર કરશેઃ સત્યપાલ

જમ્મુ-કાશ્મીરના રાજયપાલે કહ્યું-પાક. આતંકવાદ સામે પગલાં લે અન્યથા સીધા દોર કરી દઇશું

શ્રીનગર તા.રર : જમ્મુ-કાશ્મીરના રાજયપાલ સત્યપાલ મલિકે સોમવારે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે 'જો પાડોશી દેશ પાકિસ્તાન પોતાની કરતુતોમાંથી બહાર નહી આવે અને આતંકવાદને સમર્થન આપવાનું બંધ નહીં કરે તો  ભારતીય સેના એલઓસીને પાર કરીને પાકિસ્તાનમાં ઘૂસી જશે. અમે આતંકવાદી શિબિરોનો ખાતમો બોલાવી દઇશું.'

સત્યપાલ મલિકે જેવાનમાં પોલીસ સ્મૃતિ દિવસ પર પોતાના સંબોધન દરમિયાન કહ્યું કે, 'યુદ્ધ એ એક ખૂબજ ખરાબ વાત છ.ે પરંતુ જો પાકિસ્તાન આતંકવાદને ડામવા માટે જરૂરી પગલાઓ નહી ભરે તો અમારી પ્રતિક્રિયા રવિવારે કરવામાં આવેલી કાર્યવાહી કરતા પણ વધારે મજબુત અને જડબાતોડ હશે.'

સેના પ્રમુખ જનરલ બિપીન રાવતે રવિવારના રોજ જાહેરાત કરી હતી કે ભારતીય સેનાએ એલઓસી પાર કરીને પાકિસ્તાનની સીમામાં ઘુસીને ચાર આતંકવાદી લોન્ચ પેડને જમીનદોસ્ત કરી દીધા હતા આ હુમલામાં પાકિસ્તાનના દસ જવાનોને પણ ભારતીય સેનાએ ઠાર કર્યા હતા. આ હુમલામાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ પણ ઠાર થયા છ.ે

કુપવાડામાં તંગધાર સેકટરમાં પાકિસ્તાને યુદ્ધ વિરામનો ભંગ કર્યા બાદ ભારતને પાકિસ્તાન પર હુમલો કરવાનીજ ફરજ પડી હતી. આ હુમલામાં એક ભારતીય નાગરીકનું મૃત્યુ નિપજયુ હતું જયારે આપણા બે જવાનો પણ શહીદ થયા હતા તેમણે જમ્મુ-કાશ્મીરની જનતાને નવા કાશ્મીરનું નિર્માણ અને જમ્મુ-કાશ્મીરને આગળ આવવા માટે ભાગીદાર બનવા માટે અપીલ કરી.

(3:35 pm IST)