Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

મહિલાએ કચરામાં ચાર તોલાનો સોનાનો દાગીનો ફેકી દીધો, એ આખલો ખાઇ ગયો હોવાથી હવે પરિવારજનો એને ખૂબ ખવડાવીને ગોબર ફેંદે છે

નવી દિલ્હી,તા.૨૨: હરિયાણાના સિરસા જિલ્લાના કાલાંવાલી શહેરમાં વોર્ડ નંબર ૬ની ખેત્રપાલવાલી ગલીમાં એક મહિલા સડેલાં શાકભાજીની અને છીલકાં સાથે ચાર તોલાનો દાગીનો પણ કચરામાં ફેંકી દીધો હતો. અલબત્ત્। આ વિશે મહિલા પોતે બેખબર હતી. બીજી તરફ બહાર પડેલો કચરો ખાવા માટે એક આખલો આવ્યો અને બધું સફાચટ કરી ગયો. જયારે દ્યરમાં દાગીના ન મળ્યા ત્યારે પરિવારજનોએ દ્યરની બહાર લાગેલા સીસીટીવી કેમેરાનું ફુટેજ તપાસ્યું. એમાં સાંઢ કચરા ભેગો દાગીનો પણ ગળી રહ્યો છે એવું સ્પષ્ટ જોવા મળ્યું. એ પછી તો આખો પરિવાર એ સાંઢની શોધમાં લાગી પડ્યો. ગામની ગલીઓમાં કલાકો સુધી ફરીતે ફુટેજમાં દેખાતા આખલાને શોધવામાં આવ્યો અને પછી પરિવાર તેની સરભરામાં લાગી પડ્યો છે. તેને લીલો ચારો, ગોળ, કેળાં ભરપૂર ખવડાવવામાં આવી રહ્યાં છે જેથી ગોબરમાંથી એ દ્યરેણાં નીકળી જાય. પરિવારે પશુઓના ડોકટરને પણ કન્સલ્ટ કર્યાં છે. ડોકટરના કહેવા મુજબ સોનું કાઢવા માટે સાંઢને ખૂબ લીલોચારો ખવડાવવો. બીજા વિકલ્પ તરીકે હિસારના હાઙ્ખસ્પિટલમાં તેને લઈને એકસ-રે કરાવીને સોનું કયાં છે એની તપાસ કરાવવી અને પછી ઓપરેશન કરીને એ કાઢવા. જોકે એ પ્રક્રિયામાં આખલાને જીવનો ખતરો પણ રહી શકે છે. આખલાને કંઈ ન થાય એ માટે પરિવારજનોએ ઓપરેશન કરવાનું માંડી વાળ્યું છે અને રોજ ગોબર ફેંદે છે.

(3:25 pm IST)