Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

કમલેશ હત્યા કેસ : પોલીસે આરોપીના ફોટો જારી કર્યા

આરોપીઓને શોધી કાઢવા માટે ઉંડી તપાસ : રવિવારની રાત્રે બંને આરોપી દેખાયા બાદ પોલીસ સક્રિય

લખનૌ,તા. ૨૨: ઉત્તરપ્રદેશ પોલીસે હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારી હત્યાના કેસમાં હવે આરોપીઓના ફોટા જારી કર્યા છે. હત્યા બાદ વ્યાપક તપાસ કરવામાં આવી રહી હોવા છતાં તેમની ધરપકડ કરવામાં આવી નથી. આવી સ્થિતીમાં તેમના ફોટા જારી કરવામાં આવ્યા છે. આરોપીઓ  રવિવારની રાત્રે શાહજહાપુરમાં દેખાયા હોવાના હેવાલ બાદ આ ફોટા જારી કરવામાં આવ્યા છે. બંને નેપાળ ભાગી જવાના ફિરાકમાં હતા. હત્યાના આરોપીના ફોટો જારી કરવામાં આવ્યા બાદ હવે તેમની ધરપકડ વહેલી તકે કરવામાં આવી શકે છે.

પ્રાથમિક તપાસમાં વિગત ખુલી છે કે સુરતના લિંબાયત વિસ્તારના નિવાસી ફરીદ ઉર્ફે મોઇન ખાન પઠાણ તેમજ અશપાક ખાન પઠાણે લખનૌમાં કમલેશ તિવારીની ગળુ દબાવીને હત્યા કરી હતી. ત્યારબાદ ગોળી મારી દીધી હતી. આ લોકો સુરતથી ખરીદવામાં આવેલા મિઠાઇના પેકેટમાં પિસ્તોલ અને ચાકુ છુપાવીને લઇ ગયા હતા. પ્રાથમિક તપાસમાં એવી વિગત સપાટી પર આવી છે કે મોઇન અને અશફાક ટ્રેન મારફતે કાનપુર ગયા હતા. ત્યાથી બંને આરોપી ૧૬મી ઓક્ટોબરના દિવલસે ટેક્સી કરીને લખનૌ ગયા હતા. લખનૌમાં તેઓ ખાલસા હોટેલમાં રોકાયાહતા. લખનૌ પોલીસને આ હોટેલમાંથી ભગવા વસ્ત્રો મળ્યા હતા. આ જ વસ્ત્રો પહેરીને હત્યારા કમલેશને મળવા માટે પહોંચી ગયા હતા. જ્યાં તેમની હત્યા કરવામાં આવી હતી.હિન્દુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ તિવારીની ઘાતકી હત્યાના કેસમાં તપાસ કરી રહેલી યુપી પોલીસ અને એસટીએફ દ્વારા હત્યારાઓને પકડી પાડવા માટે વ્યાપક દરોડા પાડવામાં આવી રહ્યા છે. એમ કહેવામાં આવે છે કે પોલીસે શાહજાહપુરમાં દરોડા પાડ્યા છે.

(3:05 pm IST)