Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

ઓસ્ટ્રેલીયન અખબારોએ પ્રથમ પાનુ '' બ્લેક'' કરી વિરોધ દર્શાવ્યો

સરકાર કહે છે પ્રેસની સ્વતંત્રતાનું સમર્થન કરે છે પરંતુ દેશમાં (ઓસ્ટ્રેલીયામાં) કાયદાથી મોટું કાંઇ નથી

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયામાં સોમવારની સવાર સામાન્ય લોકો માટે આશ્યર્યભરી સાબિત થઈ હતી. સામાન્ય રીતે મહત્વના સમાચારો દર્શાવતા સમાચાર પત્રના પહેલા પાને સમાચાર ઉપર કાળી સ્યાહી છવાયેલી જોઈને લોકો નવાઈ પામ્યા હતા.

આ ઉપરાંત સમાચાર પત્રમાં પહેલા પાને લાલ રંગથી 'સિક્રેટ' લખેલો એક સિક્કો પણ જોવા મળ્યો હતો. હકીકતે દેશની સરકારે મીડિયા પર લગામ કસવા પ્રયત્ન કર્યો તેનો વિરોધ દર્શાવવા માટે આ રીત અપનાવવામાં આવી હતી.

ઓસ્ટ્રેલિયન સરકાર કડક કાયદાઓની મદદથી લોકોને જાણકારી આપતા રોકી રહી હોવાની ફરિયાદ સાથે દેશના વિવિધ સમાચાર પત્રોએ પોતાનું પહેલું પાનું કાળું રાખીને વિરોધ દર્શાવ્યો હતો.

ગત જૂન મહીનામાં ઓસ્ટ્રેલિયાના એક વિશાળ મીડિયા સમૂહ ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન(એબીસી)ના મુખ્યાલય અને એક પત્રકારના દ્યરે દરોડો પાડવામાં આવ્યો હતો. વ્હીસલ બ્લોઅર્સ દ્વારા લીક થયેલી કેટલીક માહિતીઓના આધારે પ્રકાશિત કરવામાં આવેલા લેખોને ધ્યાનમાં રાખીને આ પ્રકારે દરોડા પાડવામાં આવ્યા હતા.

તેના વિરોધમાં દેશના તમામ મીડિયા સમૂહોએ સમાચાર પત્રના પહેલા પાને સમાચાર પર કાળી સ્યાહી ફેરવીને વિરોધ દર્શાવ્યો હતો. ઓસ્ટ્રેલિયન અખબારોએ રાષ્ટ્રીય સુરક્ષા કાયદાના કારણે રિપોર્ટિંગ પર અંકુશ મુકાઈ રહ્યો હોવાની અને દેશમાં 'ગુપ્તતાની સંસ્કૃતિ' નિર્માણ પામી હોવાની ફરિયાદ કરી હતી.

ઓસ્ટ્રેલિયન સરકારના કહેવા પ્રમાણે તેઓ પ્રેસની સ્વતંત્રતાનું સમર્થન કરે છે પરંતુ દેશમાં કાયદાથી મોટું કશું નથી. ગત જૂન મહીનામાં એબીસી દ્વારા જે રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યા હતા તેમાં યુદ્ઘ અપરાધ અને સરકારી એજન્સી પર ઓસ્ટ્રેલિયન નાગરિકોની જાસુસીનો આરોપ લગાવાયો હતો.

ન્યૂઝ કોર્પ ઓસ્ટ્રેલિયાના ઈસીએ પોતાના અખબારના પહેલા પાનાનો ફોટો ટ્વિટ કરીને સરકાર અને સામાન્ય જનતાને 'તેઓ આપણાથી શું સંતાડી રાખવા માંગે છે? ' તેવો સવાલ કર્યો હતો.

ન્યૂઝ કોર્પના મુખ્ય પ્રતિદ્વંદી 'નાઇન' એ પણ 'સિડની મોર્નિંગ હેરાલ્ડ' અને 'ધ એજ' નામના પોતાના અખબારોના મુખપૃષ્ઠ કાળા રાખ્યા હતા. આ તરફ એબીસીના એમડી ડેવિડ એંડરસને ઓસ્ટ્રેલિયામાં વિશ્વનું સૌથી ગુપ્ત લોકતંત્ર બનવાનું જોખમ હોવાનો દાવો કર્યો હતો.

અખબારી માધ્યમ ઉપરાંત અનેક ટીવી, રેડિયો અને ઓનલાઈન સમૂહોએ પણ આ અભિયાનમાં રાઈટ ટુ નો કોએલિશનને સમર્થન આપ્યું હતું. ગત વર્ષે લાગુ થયેલા કાયદાઓ બાદ મીડિયા સંગઠને પત્રકારો અને વ્હીસલ બ્લોઅર્સને સંવેદનશીલ વિગતોની રિપોર્ટિંગમાં છુટ આપવા અભિયાન હાથ ધર્યું છે.

એક અહેવાલ પ્રમાણે ઓસ્ટ્રેલિયન સંસદે છેલ્લા ૨૦ વર્ષોમાં ગુપ્તતા અને જાસુસી સંબિંધત ૬૦થી વધુ કાયદા લાગુ કર્યા છે. અખબારોએ પોતાના પહેલા પાને 'જયારે સરકાર સત્ય દૂર રાખતી હોય, તે શું કવર કરે?લૃ તેવો સવાલ પણ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ ઘટના આઝાદીના ૨૮ વર્ષ બાદ ઈંદિરા ગાંધીની સરકારે ભારતમાં કટોકટી લાગુ કરી તેની યાદ અપાવે છે.

(3:05 pm IST)
  • " હેપ્પી બર્થ ડે અમિતભાઇ " : ભારતના હોમ મિનિસ્ટર શ્રી અમિત શાહનો આજે જન્મ દિવસ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેમજ આમ નાગરિક સહીત તમામનો શુભેચ્છા ધોધ : દેશના શક્તિશાળી નેતાઓની હરોળમાં સ્થાન ધરાવતા ગુજરાતી નેતાએ 56 માં વર્ષમાં પ્રવેશ કર્યો access_time 11:32 am IST

  • " કમલેશ તિવારીને અમે મારી નાખ્યો ,હવે તારો વારો છે ": ઉત્તર પ્રદેશ નવનિર્માણ સેનાના અધ્યક્ષ અમિત જાનીને ધમકીપત્ર : પોલીસ તપાસ ચાલુ access_time 12:56 pm IST

  • આજે સુરત અને આજુબાજુના વિસ્તારમાં ધોધમાર વરસાદ પછી મોડી સાંજે ૬-૭ વાગ્યાની આસપાસ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. access_time 7:01 pm IST