Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

ગોવામાં ગાય અને વાછરડા પણ માંસાહારી બની ગયા છે :મંત્રી માઇકલ લોબોનું વિવાદી નિવેદન

હવે હોટલનું વધેલું ચિકન અને મચ્છી જેવું માંસાહારી ભોજન ખાઇખાઇને તે પણ માંસાહારી બની ગયા છે.

પણજી : ગોવામાં મુખ્ય પર્યટન સ્થળો પર પણ રસ્તે રખડતી ગાયોની સમસ્યા સામાન્ય બની ગઇ છે. ત્યારે ગોવાના પ્રધાને ગાય અંગે વિવાદી નિવેદન આપ્યું છે.

    ગોવાના પ્રધાન માઇકલ લોબોએ જણાવ્યું છે કે ગોવાના ખ્યાતનામ કલંગુટ બીચ વિસ્તારમાં વધેલું ઘટેલું નોન-વેજ ખાઇને ગાય અને વાછરડા પણ માંસાહારી બની રહ્યા છે. તેમણે કહ્યું કે નોર્થ ગોવાના દરિયાકાંઠા વિસ્તારમાં ખાસ કરીને કલંગુટ અને આરપોરા વિસ્તારમાં જેટલી પણ ગાય છે તે માંસાહારી બની ગઇ છે.

   આ રખડતી ગાય જ્યાં-ત્યાં રેસ્ટોરન્ટની બહાર ઉભી રહે છે અન જે પણ રેસ્ટોરન્ટ કે લોકોના ઘર પાસે મળે છે તે ખાય છે. પહેલા આ રખડતા ઢોર શાકાહારી હતા. પરંતુ હવે હોટલનું વધેલું ચિકન અને મચ્છી જેવું માંસાહારી ભોજન ખાઇખાઇને તે પણ માંસાહારી બની ગયા છે.

(1:41 pm IST)