Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

બેથી વધુ બાળકો ધરાવનાર વ્યક્તિને સરકારી નોકરી નહીં મળે: આસામ સરકારે કર્યો નિર્ણય

નાના પરિવારના માપદંડ મુજબ વર્ષ 2021થી નિર્ણયનો થશે અમલ

ગૌહાતી : દેશમાં વધતી જતી વસ્તી એક મુખ્ય સમસ્યા છે અને વડાપ્રધાન મોદી પણ સ્વાતંત્ર્ય દિને લાલ કિલ્લા પરથી વસ્તીનિયંત્રણ માટેની પહેલ કરી ચૂક્યા છે. ત્યારે આસામ સરકારે વધતી વસ્તી પર લગામ કસવા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આસામમાં હવે 1 જાન્યુઆરી 2021 બાદ બેથી વધુ બાળકો ધરાવનાર વ્યક્તિને સરકારી નોકરી નહીં મળી શકે

   આસામના મુખ્યપ્રધાન સર્વાનંદ સોનોવાલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો. પ્રધાનમંડળની બેઠક બાદ આસામ જનસંપર્ક વિભાગ તરફથી આ મામલે નિવેદન પણ જાહેર કરવામાં આવ્યું. જેમાં જણાવવામાં આવ્યું કે નાના પરિવારના માપદંડ મુજબ વર્ષ 2021થી બેથી વધુ બાળકો હશે તેમને સરકારી નોકરી નહીં આપવામાં આવે.

(1:32 pm IST)