Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

પંજાબના ફિરોઝપુરમાં ફરીવાર ત્રણ પાકિસ્તાની ડ્રોન જોવાયા : ફાયરિંગ કરતા પાકિસ્તાન ભેગા

મોડી રાત્રે 3 પાકિસ્તાની ડ્રોન ભારતીય સરહદમાં અંદર પ્રવેશ્યા

પંજાબના ફિરોઝપુરમાં ફરી એક વખત 3 પાકિસ્તાની ડ્રોન જોવા મળતા સુરક્ષા એજન્સીઓ ઉંધા માથે થઇ છે. ભારત અને પાકિસ્તાનની સરહદ પર હુસૈનીવાલામાં બીએસએફના જવાનોને સોમવારે મોડી રાત્રે 3 પાકિસ્તાની ડ્રોન ભારતીય સરહદમાં અંદર પ્રવેશતા જોવા મળ્યા. જે બાદ બીએસએફના જવાનોએ ડ્રોનને નિશાન બનાવી ફાયરિંગ શરૂ કરતા જ ડ્રોન ફરી પાકિસ્તાન પરત ફરી ગયા.

(1:19 pm IST)