Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીની વડાપ્રધાન મોદી સાથે મુલાકાત

મોદીએ લખ્યું અનેક વિષયો પર એક સ્વસ્થ અને વ્યાપક વાતચીત કરી

નવી દિલ્હી : નોબલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીની સાથેની મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ ટ્વિટ કરી હતી. તેઓએ પોતાના અધિકારીક ટ્વિટર એકાઉન્ટ પર એક ફોટો પણ શેર કર્યો છે.

નોબલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીની સાથેની મુલાકાત બાદ પીએમ મોદીએ ટ્વિટ કર્યું છે. તેઓએ પોતાના અધિકારીક ટ્વિટર એકાઉન્ટ પર એક ફોટો પણ શેર કર્યો છે. એટલું જ નહીં, પીએમ મોદીએ કહ્યું કે તેમની સાથે વિસ્તારથી અનેક વિષયો પર વાત થઈ હતી.

ટ્વિટર પર પીએમ મોદીએ લખ્યું, 'નોબલ પુરસ્કાર વિજેતા અભિજીત બેનર્જીની સાથે ખાસ બેઠક થઈ. માનવ સશક્તિકરણને માટેનું તેમનું જૂનુન છલકાઈ રહ્યું છે. અમે અનેક વિષયો પર એક સ્વસ્થ અને વ્યાપક વાતચીત કરી છે. ભારતને તેમની ઉપલબ્ધિઓ પર ગર્વ છે. તેમના ભવિષ્યના પ્રયાસો માટે તેમને શુભકામનાઓ.'

(1:16 pm IST)
  • કઠુઆ ગેંગરેપ : કોર્ટે SIT વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવા આપ્યો આદેશ : ગત વર્ષના જમ્મુ કાશ્મીરમાં આઠ વર્ષીય બાળકી સાથે ગેંગરેપ અને હત્યા મામલામાં નવો વળાંક : જમ્મુ કાશ્મીરની એક અદાલતે આ મામલાની તપાસ કરતી જમ્મુ કાશ્મીર પોલીસની એસઆઈટી ટીમના છ સભ્યો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવા આદેશ આપ્યો access_time 1:06 am IST

  • જૂનાગઢ મહાનગરપાલિકાની વોર્ડ ન, 3 ની પેટા ચૂંટણીમાં 38,42 ટકા મતદાન થયું : દિવાળી તહેવારોને કારણે મતદારોમાં નીરસતા : access_time 3:35 pm IST

  • મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી : પુણેના શિવાજી નગર પોલિંગ બૂથમાં અંધારા : વિદ્યુત પ્રવાહ ખોરવાઈ જતા મીણબત્તીના અજવાળે વોટિંગ access_time 12:41 pm IST