Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

મહારાષ્ટ્રમાં વિવિધ એકિઝટ પોલમાં ૩૦ ટકાનું અંતર

મહારાષ્ટ્રમાં ભાજપ મોરચાને ૧૬૬ થી ૨૪૩ બેઠકોનું અપાયેલ તારણઃ હરીયાણાના પરિણામો ચોંકાવે તો નવાઇ નહિઃ બાગીઓ ભાજપને ભારે પડશે?

મુંબઇઃ તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં જુદા-જુદા એકિઝટ પોલમાં મહારાષ્ટ્રની ૨૮૮ બેઠકોમાંથી ભાજપ-સેનાને ૧૬૬થી ૨૪૩ બેઠકો મળતી દર્શાવી છે. આમ આ એકિઝટ પોલ્સમાં ૩૦%નું અંતર દેખાય છે. જાણીતા પત્રકાર કુમાર કૃણાલ ટવીટ કરતા લખે છે કે આ ચૂંટણી ગણીત કઇ વિદ્યા છે એ સમજાતુ નથી.

કુમાર કુણાલ લખે છે કે મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાની સરકાર નિશ્ચિત પણે બનશે. પણ લોકસભા જેવો દેખાવ નહિ હોય. પરંતુ મહાયુતિના  બહુમતથી ઘણી આગળ હોવાની સંભાવના છે.

આ ઉપરાંત મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપીમાં શરદ પવારના પક્ષનો દેખાવ સારો રહેશે. મહારાષ્ટ્ર કોંગ્રેસમાં જે આંતરીક વિખવાદ છવાયો છે તે  તેના દેખાવ-પરફોર્મન્સ ઉપર હાવી થઇ જશે.

કુમાર કુણાલ લખે છે કે હરીયાણાના ગ્રાઉન્ડ રીપોર્ટ મળે છે તેમાં લોકસભાની સરખામણીએ ભાજપ નબળુ છે તો પણ હજુ આગળ છે.

કોંગ્રેસે હરીયાણામાં છેલ્લા દિવસોમાં ઘણુ ''ગેઇન'' કર્યું છે છતા પણ હજુય પાછળ રહે છે.

બળવાખોરોએ હરીયાણામાં ભાજપને મોટું નુકશાન કર્યું છે. અને સંખ્યાબંધ આવા બાગીઓની જીતી જવાની પુરી સંભાવના છે.

જેજેપી પક્ષને સારો રીસ્પોન્સ મળ્યાનું પણ નોંધે છે.

કુમાર કુણાલે પોતાના ટવીટમાં સુચક રીતે લખ્યું છે કે હરીયાણાના પરીણામો સંભવતઃ ચોંકાવનારા હશે.

(12:57 pm IST)