Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફની તબિયત લથડી : હોસ્પિટલમાં દાખલ કરાયા

પ્લેટલેટ્સ કાઉન્ટ ખુબજ ઓછી થઇ જતા હોસ્પિટલમાં લઇ જવાયા

નવી દિલ્હી : પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફની આજે તબિયત લથડી છે. નવાઝ શરીફને નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરોથી હોસ્પિટલમાં દાખલ કરવામા્ં આવ્યા છે.

  સુત્રોના જણાવ્યા અનુસાર નવાઝ શરીફના પ્લેટલેટ્સ ઓછા થઇ ગયા છે. તેમના પર્સનલ ફિજિશિયન ડોક્ટર અદનાન ખાને જણાવ્યું હતું કે નવાઝ શરીફની પ્લેટલેટ્સ કાઉન્ટ ખુબજ ઓછી થઇ ગઇ છે, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છેકે નવાજ શરીફને ભ્રષ્ટાચારના મામલામાં દોષી સાબિત થતા જેલમાં છે.

નવાઝ શરીફના પર્સનલ ડોક્ટર અદનાન ખાને ટ્વીટ કરી જણાવ્યું હતું કે તેમણે પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફની મુલાકાત લઇ સ્વાસ્થ્યની તપાસ કરી હતી. તેમને ગંભીર બીમારી છે. મે સત્તાવાળાઓને તેમને જલ્દી હોસ્પિટલમાં ભર્તી કરવાની સિફારીશ કરી છે જેનાથી તેમની સારવાર થઇ શકે.

નવાઝ શરીફને થોડા દિવસ પહેલા જ નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરોના અધિકારીઓએ ગિરફ્તાર કર્યા હતા. નવાઝ શરીફ ભ્રષ્ટાચારના મામલે સાત વર્ષની સજા ભોગવી રહ્યા છે. આ ઉપરાંત નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરોના અધિકારીઓએ ચૌધરી સુગર મીલ મામલામાં નવાઝ શરીફની પુત્રી મરીયમ નવાઝ અને ભત્રીજા યુસુફ અબ્બાસને પણ ગિરફ્તાર કર્યા હતા.

(12:49 pm IST)