Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

ચિદમ્બરમને જામીન પરંતુ હાલ તિહારમાં રહેવું પડશે

ચિદમ્બરમ હાલ ઇડીની કસ્ટડીમાં રહેલા છે : સુપ્રિમ કોર્ટે ચિદમ્બરમને સીબીઆઇ કસ્ટડીના મામલામાં જામીન આપી દીધા : સીબીઆઇ-ઇડીના જુદા જુદા કેસો.

નવી દિલ્હી,તા. ૨૨: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય પ્રધાન પી. ચિદમ્બરમને આઇએનએક્સ મિડિયા કેસના મામલામાં આજે સુપ્રીમ કોર્ટ તરફથી જામીન મળી ગયા હતા. જો કે હાલમાં તેમને જેલમાં જ રહેવુ પડશે. કારણ કે તેઓ ઇડીની કસ્ટડીમાં છે. સુપ્રીમ કોર્ટે રાહત આપી છે પરંતુ ચિદમ્બરમની મુશ્કેલી હાલમાં ઓચી થનાર નથી. કારણ કે તેમની સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પણ સકંજો મજબુત બનાવ્યો છે. સુપ્રીમ કોર્ટે સીબીઆઇની કસ્ટડીમાં રાહત આપી છે. જો કે ઇડીની કસ્ટડીમાં રહેલા છે. આઇએનએક્સ મિડિયા કેસમાં સીબીઆઇ અને ઇડી દ્વારા જુદી જુદી રીતે તપાસ કરવામાં આવી રહી છે. ચિદમ્બરમ ૨૪મી ઓક્ટોબર સુધી કસ્ટડીમાં રહેનાર છે. આઇએનએક્સ મિડિયા મામલામાં  ૨૨મી ઓગષ્ટના દિવસે તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદથી તેમની તકલીફ અકબંધ રહી છે. નાટ્યાત્મક રીતે ધરપકડ કરવામાં આવ્યા બાદ રાત્રી ગાળા દરમિયાન પુછપરછનો દોર ચાલ્યો હતો. રાત્રી ગાળા દરમિયાન ગૃહ અને નાણાં પ્રધાન રહી ચુકેલા ચિદમ્બરમને સીબીઆઇના અધિકારીઓ દ્વારા ઇન્દ્રાણી અને પીટર મુખર્જીને લઇને પ્રશ્નો કર્યા હતા. જો કે ચિદમ્બરમે આ ગાળા દરમિયાન પણ પ્રશ્નોના જવાબ યોગ્ય રીતે આપ્યા ન હતા. કેટલાક પર જવાબી સવાલ પણ કર્યા હતા. ચિદમ્બરમની ધરપકડ કરવામાં આવ્યા બાદ તેમને મોડી રાત્રે સીબીઆઇ હેડક્વાર્ટર પર લઇ જવામાં આવ્યા હતા. ચિદમ્બરમની મુશ્કેલી હાલમાં યથાવત રહી શકે છે. પહેલા સીબીઆઇ દ્વારા અને હવે એન્ફોર્સમેન્ટ દ્વારા ચિદમ્બરમ પર સકંજો મજબુત કરવામાં આવ્યો છે.

(3:03 pm IST)