Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

સાઇબર ક્રાઇમ વધ્યો : યુપી મોખરે

ઉત્તરપ્રદેશમાં ૩ વર્ષમાં નોંધાયા ૯૮૧૮ ગુન્હા : નાગાલેન્ડમાં સૌથી ઓછા

નવી દિલ્હી, તા. રર : નેશનલ ક્રાઇમ રેકોડર્સ બ્યુરોએ વર્ષ ર૦૧પ-૧૭ના ત્રણ વર્ષના આંકડા જાહેર કર્યા છે. અહેવાલમાં અપાયેલા ડેટાના આધારે, ર૦૧પ-૧૭ની વચ્ચે, દેશભરમાં ૪પ,૭૦પ સાયબર ક્રાઇમ થયા છે. ર૦૧પમાં, દેશમાં ર૦૧૬માં ૧૧,૩૩૧, ર૦૧૬ માં ૧ર,૧૮૭ અને ર૦૧૭માં ર૧,પ૯૩ સાયબર ક્રાઇમ નોંધાયા હતા. એકંદરે સાયબર ક્રાઇમ ત્રણ વર્ષમાં ૧.૭ ટકાના દરે વિકસ્યો છે.

નેશનલ ક્રાઇમ રેકોડર્સ બ્યુરોએ રાજય મુજબ સાયબર ક્રાઇમ ડેટા પણ જાહેર કર્યો છે. જે મુજબ ર૦૧પમાં ઉત્તરપ્રદેશમાં સાયબર ક્રાઇમની મહત્તમ સંખ્યા રર૦૮ છે તે જ સમયે ર૦૧૭માં, યુપીમાં સાયબર ક્રાઇમની મહત્તમ સંખ્યા ૪૯૭૧ રહી છે. કર્ણાટકમાં ર૦૧પ-૧૭ સુધી સાયબર ક્રાઇમમાં પ%ની વૃદ્ધિ નોંધાઇ છે. નાગાલેન્ડમાં આ ત્રણ વર્ષમાં સાયબર ક્રાઇમની સંખ્યા સૌથી ઓછી છે, જયારે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં, દિલ્હીમાં (૭૪૭૪૭૪) વધુ સાયબર ક્રાઇમ થયા છે. જયારે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લક્ષદ્વીપમાં વર્ષ ર૦૧પ-૧૭ વચ્ચે સાયબર ગુના થયા નથી.

(11:29 am IST)