Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

એકઝીટ પોલે વધારી દીધી કોંગ્રેસની બેચેની

લોકસભા ચૂંટણી પછી પણ કોંગ્રેસની હાલ જેમનીતેમ

નવી દિલ્હી, તા. રર : હરિયાણ અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના એકજીટ પોલના અનુમાનોએ કોંગ્રેસમાં હલચલ મચાવી દીધી છે. એકઝીટ પોલ અનુસાર, આ બંને રાજયોમાં કોંગ્રેસમુખ્ય વિરોધ પક્ષના પદથી આગળ વધે તેવું નથી દેખાતું. લોકસભા ચૂંટણી પછી પહેલાથી જ જોરદાર મુશ્કેલીઓનો સામનો કરી રહેલી કોંગ્રગ્રેસમાં આ સંકેતો પછી સંગઠનમાં મોટા ફેરફારોની ચર્ચા શરૂ થઇ ગઇ છે. લોકસભા ચૂંટણીના પાંચ મહિના પછી બે રાજયોમાં થઇ રહેલી ચૂંટણીમાં પણ કોંગ્રેસની સ્થિતિમાં કોઇ સુધારો નથી દેખાતો.

બંન્ને રાજયોમાં ચૂંટણી સાથે સંકળાયેલા પક્ષના એક સીનીયર રણનીતિકારે કહ્યું કે મહારાષ્ટ્રમાં સંગઠનની નબળાઇ તો હરિયાણામાં સીનીયર નેતાઓની આપસી લડાઇએ ભાજપાને મોકો આપી દીધો છે. કોંગ્રેસના બીજા એક હોદેદારે કહ્યું કે લોકસભામાં ચૂંટણી પછી રાહુલ ગાંધીના રાજીનામા અને સોનિયા ગાંધી વચગાળાના પ્રમુખ બન્યા પછી પણ પક્ષના સંકટનું સમાધાન નથી મળ્યું. સોનિયાની વાપસી પછી પક્ષમાં તાત્કાલીક જરૂરીયાત મુજબ રાજયોમાં કેટલાક ફેરફાર થયા છે પણ એઆઇસીસીથી માંડીને પ્રદેશ કોંગ્રેસના સંગઠનાત્મક માળખામાં કોઇ પરિવર્તન નથી આવ્યું.

હવે કોંગ્રેસમાં એવી ચર્ચાઓ થઇ રહી છે કે સંગઠનાત્મક ફેરફારોની સાથે ખામીઓને નિવારવા માટે પારદર્શક આંતરિક તંત્ર બનાવવામાં આવે. પક્ષના નેતાઓ અને કાર્યકરોનું સ્પષ્ટ કહેવું છે કે હવે આમાં મોડુ થશે તો આત્મઘાતી બનશે. એટલે સંગઠનમાં ફેરફારની ાસથે સોનિયા ગાંધીની વચગાળાના પ્રમુખ તરીકેની તસ્વીર પણ સ્પષ્ટ થવી જોઇએ. સોનિયા ગાંધી તબિયતના કારણે લાંબા સમય સુધી પદભાર સંભાળે તે અંગે પણ શંકા છે અને એટલે પક્ષમાં એવી કાનાકૂસી ચાલી રહી છે કે આવતા વર્ષે રાહુલ ગાંધી પ્રમુખ તરીકે પાછા ફરે તો નવાઇ નહીં.

(11:23 am IST)