Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

ભારત પણ સંપૂર્ણપણે સ્વદેશી સામગ્રીથી આવા હાઇપરસોનિક મિસાઇલ બનાવવાની દિશામાં કાર્યરત છે

અવાજની ગતિ કરતા પાંચ ગણી ઝડપે ત્રાટકશે આ હાઈપરસોનિક મિસાઈલ

નવી દિલ્હી, તા.૨૨: ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) હાઇપરસોનિક મિસાઇલ બનાવવાની દિશામાં સક્રિય હોવાની ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી. DRDOના પ્રવકતાના જણાવ્યા અનુસાર સંપૂર્ણપણે સ્વદેશી હાઇપરસોનિક મિસાઇલ બનાવવાની દિશામાં DRDOના વિજ્ઞાનીઓ અને ટેકનોક્રેટ્સ કામે લાગ્યા છે. અવાજની ગતિ કરતાં પાંચ ગણી વધુ ઝડપે  દુશ્મન પર ત્રાટકવાની ક્ષમતા ધરાવે છે આ હાઈપરસોનિક મિસાઈલ.

આ મિસાઇલના ટે્સ્ટ માટે એક વિન્ડ ટનલ અને નવી ટેકિનક ટુંક સમયમાં જ શરુ કરવામાં આવશે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ટૂંક સમયમાં આ સુવિધાનું ઔપચારિક ઉદઘાટન કરશે. દરેક દેશ પોતાની યુદ્ઘ સજ્જતાને વધારવા તેમજ ફ્રન્ટ લાઇન કોમ્બેટ યુનિટને વધુ સુદ્રઢ કરવા આવા મિસાઇલ બનાવવાની દિશામાં પ્રયોગો કરી રહ્યો છે. ભારત પણ સંપૂર્ણપણે સ્વદેશી સામગ્રીથી આવા હાઇપરસોનિક મિસાઇલ બનાવવાની દિશામાં  કાર્યરત છે. મહત્વનું છે કે, અમેરિકા, રશિયા અને ચીન આ દિશામાં પહેલેથી કાર્યરત છે.

વર્તમાનમાં ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ સૌથી વધુ  ઘાતક ગણાય છે. પરંતુ સુપરસોનિક મિસાઇલ એના કરતાં પણ અનેક ગણી વધુ ઘાતક હશે અને એને રોકવાની ટેકિનકલ ક્ષમતા હાલ કોઇ દેશ પાસે નથી.

(10:07 am IST)