Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

હેટ સ્ચીચ, ફેક ન્યુઝ, અપમાનજનક પોસ્ટ, દેશ વિરોધી પ્રવૃતિ રોકવા માટે

સોશ્યલ મીડિયા અંગેના નિયમો ૩ માસમાં

નવી દિલ્હી, તા.૨૨: કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા પર હેટ સ્પીચ, ફેક ન્યૂઝ, અપમાનજનક પોસ્ટ અને દેશ વિરોધી પ્રવૃત્તિઓ રોકવા માટે નવા નિયમો ઘડવા માટે સુપ્રીમ કોર્ટ પાસે ત્રણ મહિનાનો સમય માંગ્યો છે.

સુપ્રીમ કોર્ટમાં સોમવારે રજૂ કરવામાં આવેલી એફિડેવિટમાં સરકારે કહ્યું છે કે સોશિયલ મીડિયામાં આવા સંદેશાઓ અને પોસ્ટની સંખ્યા અત્યંત વધી ગઈ છએ અને દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને ઈન્ટરનેટ પર નિયંત્રણ જરૂરી બની ગયું છે. સુપ્રીમ કોર્ટે સરકારને આ અંગે તેમણે શું પગલા લીધા છે તેવું પૂછયું હતું જેના જવાબમાં સરકારે એફિડેવિટ દાખલ કરી છે.

ગત મહિને સુપ્રીમે રાજયની સર્વોપરીતા, વ્યકિતગત અંગતતા અને અયોગ્ય પ્રવૃત્ત્િ।ઓનો અટકાવવા માટે સરકાર શું પગલા લેશે તેની ભલામણો આપવા માટે ત્રણ સપ્તાહનો સમય આપ્યો હતો. કેન્દ્ર સરકારની એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે એક તરફ ટેકનોલોજીથી આપણે વિકાસ કરી રહ્યા છીએ. જયારે બીજી તરફ ફેક ન્યૂઝ જેવી બાબતો પણ મોટા પ્રમાણમાં વધી રહી છે. તેથી તેને અટકાવવા માટે અસરકારક નિયમોની જરૂર છે. જોકે, આ નિયમો ઘડવા ઘણું ઘૂંચવણ ભરેલું છે તેથી સરકારને નવા નિયમો નક્કી કરવા માટે વધુ ત્રણ મહિનાની જરૂર છે.

૨૪મી સપ્ટેમ્બરે જસ્ટિસ દીપક ગુપ્તાએ આધુનિક જગતમાં ટેકનોલોજીના અયોગ્ય ઉપયોગ અંગે ચિંતા વ્યકત કરી હતી. તેમણે કહ્યું હતું કે ટેકનોલોજી જે રીતે આગળ વધી રહી છે તે દ્યણું જોખમી છે. ગત સુનાવણીમાં મેં સંશોધન કર્યું હતું અને મને જાણવા મળ્યું હતું કે હું ડાર્ક વેબ પરથી ૩૦ મિનિટની અંદર એકે-૪૭ પણ ખરીદી શકું છું. હું મારો સ્માર્ટફોન ત્યજી દેવા ઈચ્છું છું.

(10:04 am IST)
  • મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી : પુણેના શિવાજી નગર પોલિંગ બૂથમાં અંધારા : વિદ્યુત પ્રવાહ ખોરવાઈ જતા મીણબત્તીના અજવાળે વોટિંગ access_time 12:41 pm IST

  • આજે સુરત અને આજુબાજુના વિસ્તારમાં ધોધમાર વરસાદ પછી મોડી સાંજે ૬-૭ વાગ્યાની આસપાસ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. access_time 7:01 pm IST

  • જૂનાગઢ મહાનગરપાલિકાની વોર્ડ ન, 3 ની પેટા ચૂંટણીમાં 38,42 ટકા મતદાન થયું : દિવાળી તહેવારોને કારણે મતદારોમાં નીરસતા : access_time 3:35 pm IST