Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

મહારાષ્‍ટ્ર ચૂંટણી ઉમેદવારને બાઇકસવાર હુમલાખોરોએ મારી ગોળીઃ ગાડીને આગ લગાવી

અમરાવતી( મહારાષ્‍ટ્ર ) માં બાઇક પર આવેલા ત્રણ બુકાનીધારી હુમલાખોરોએ સોમવારે સવારના સ્‍વાભિમાની પક્ષના  ઉમેદવાર દેવેન્‍દ્ર ભૂયાર પર ગોળી ચલાવી અને ગાડીમાંથી બહાર કાઢીને તેની પીટાઇ કરી હતી.

આ પછી હુમલાખોરોએ તેની ગાડીને આગ લગાવી દીધી. ભૂયારને સારવાર માટે  હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા છે. જયાં તેમની હાલત સામાન્‍ય બતાવવામાં  આવી રહી છે.

સ્‍વાભિમાની પક્ષ કોંગ્રેસ એનસીપીની ગઠબંધન પાર્ટી છે.

(12:00 am IST)