Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુર ફરીવાર વિવાદમાં : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને ગણાવ્યા 'રાષ્ટ્રપુત્ર'

ભોપાલ: ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પર એકવાર ફરી વિવાદિત નિવેદન આપ્યું છે. સાધ્વી પ્રજ્ઞાએ મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતાની જગ્યાએ 'રાષ્ટ્રપુત્ર' બતાવ્યા છે.

 ભોપાલ રેલવે સ્ટેશનના એક કાર્યક્રમમાં પ્રજ્ઞાએ  એક સવાલના જવાબમાં કહ્યું, '(મહાત્મા) ગાંધીજી રાષ્ટ્રપુત્ર છે. ગાંધીજી આ ધરાના સપૂત છે. રામ આ ધરાના પુત્ર છે. મહારાણા પ્રતાપ, શિવાજી મહારાજ આ ધરાના પુત્ર છે.'એમણે કહ્યું, ' દેશ માટે જેમણે સરાહનીય કામ કર્યું છે, નિશ્ચિત રૂપે તે અમારા માટે આદરણીય છે. અમે તેમના રસ્તે ચાલીએ છીએ.

પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે તે દેશ માટે જીવે છે. પ્રજ્ઞાને સવાલ પૂછવામાં આવ્યો હતો કે મહાત્મા ગાંધીની 150મી જયંતી પર દેશભરમાં ભાજપ દ્વારા સંકલ્પ યાત્રા નીકાળવામાં આવી રહી છે, પરંતુ એમણે તેમા સામેલ કેમ થઇ રહ્યા નથી? 

  અત્રે ઉલેલ્ખનીય છે કે આ પહેલા લોકસભા ચૂંટણી દરમિયાન મધ્યપ્રદેશના આગર માલવામાં પ્રજ્ઞાએ મહાત્મા ગાંધીની હત્યા કરનારા નાથૂરામ ગોડસેને દેશભક્ત બતાવ્યા હતા. જેના પર ઘણો વિવાદ ઉભો થયો હતો.

(8:51 am IST)