Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

23મીએ કરતારપુર કોરિડોર પર કરાર કરાશે : 5મીએ શ્રદ્ધાળુઓની પહેલી ટીમ રવાના થશે

ભારતના વિરોધ છતા પાક યાત્રાળુઓ પાસે ફી વસૂલશે: ઓનલાઇન રજીસ્ટ્રેશન ચાલુ

નવી દિલ્હી કરતારપુર કોરિડોર માટે ભારત 23 ઓક્ટોબરે એગ્રીમેન્ટ સાઇન કરશે. ભારતના વિરોધ છતા કોરિડોરના ઉપયોગ માટે પાકિસ્તાન તીર્થ યાત્રાળુઓથી ફી વસૂલશે. યાત્રાળુઓની ધાર્મિક ભાવનાઓને ધ્યાનમાં રાખતા ભારતે એગ્રીમેન્ટ પર સાઇન કરવાનો નિર્ણય લીધો છે.

  કરતારપુર કોરિડોર માટે તીર્થ યાત્રાળુઓનું ઓનલાઇન રજીસ્ટ્રેશન ચાલુ છે. શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનક દેવની 550મી જયંતી માટે શ્રદ્ધાળુઓનો પહેલો જત્થો 5 નવેમ્બર અને બીજો જત્થો 6 નવેમ્બરે રવાના થશે.

  અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને રવિવારે જાહેરાત કરી હતી કે તેમનો દેશ કરતારપુર કોરિડોરને 9 નવેમ્બરે ખોલશે. આ પ્રસ્તાવિત કોરિડોર કરતારપુરના દરબાર સાહિબને ગુરુદાસપુર જિલ્લાના ડેરા બાબા નાયક ધર્મસ્થળ સાથે જોડશે.

(12:00 am IST)