Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

ભારત આવતા વિદેશીઓ માટે મેડીકલ ટ્રીટમેન્ટ સરળ બનશેઃ અલગ મેડીકલ વીઝા લેવાની જરૂર નહીં પડે

ન્યુ દિલ્હીઃ વિદેશોમાંથી ભારતના વીઝા મેળવી ૬ માસ માટે આવતા લોકોને મેડીકલ ટ્રીટમેન્ટ માટે રોકાવાની જરૂર પડે ત્યારે તેઓ માટે વીઝા પ્રક્રિયા સરળ બનાવવાનું દેશના મિનીસ્ટ્રી ઓફ હોમ અફેર્સ (MHA) ડીપાર્ટમેન્ટએ નક્કી કર્યુ છે.

૬ માસ કે તેથી વધુ સમયના વીઝા મેળવી ભારત આવતા લોકોને મેડીકલ ટ્રીટમેન્ટની જરૂર પડે તો તેઓએ તેમના વીઝા મેડીકલ વીઝામાં ફેરવવાની આવશ્યકતા નહીં રહે ૬ મહિનાથી ઓછા સમય માટેના હોસ્પિટલાઇઝેશન માટે માત્ર ફોરેનર રીજીયોનલ રજીસ્ટ્રેશન ઓફિસ (FRRO)ને અધિકૃત હોસ્પિટલનું સર્ટિફિકેટ જ આપવાનું રહેશે. જેથી FRRO તેમની માંગણ મંજુર રાખશે તેમજ તેમનું વીઝા સર્ટિફિકેટ પણ ચાલુ રાખશે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:20 pm IST)