Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

ITR ફાઇલ કરનારાની સંખ્યામાં ૪ વર્ષમાં ૮૦% વધીઃ કરોડપતિ ટેકસપેયર્સમાં ૬૦ ટકાનો ઉછાળો નોંધાવ્યોઃ CBDT

નવી દિલ્હીઃ ૧ કરોડથી વધુની આવક બતાડનારા ટેકસેપેયર્સની સંખ્યા છેલ્લા ૪ વર્ષમાં ૬૦ ટકા વધી ને ૧.૪૦ લાખની થઇ છે.  CBDT કહે છે કે, આ ગાળામાં આયકર રિટર્ન ફાઇલ કરનારાની સંખ્યામાં પણ ૮૦ ટકાનો વધારો થયો છે. ર૦૧૩-૧૪માં ૩.૭૯ કરોડ રિટર્ન ફાઇલ થયા હતા. જે ર૦૧૭-૧૮ માં વધીને ૬.૮પ કરોડ થયા છેઃ ૧ કરોડથી વધુ આવકવાળા કરદાતાની સંખ્યામાં ૬૮ ટકા વધારો થયો છેઃ ર૦૧૪-૧પ માં ૮૮૬૪૯ લોકોએ આવા ૧ કરોડ જાહેર કરી હતી જે ર૦૧૭-૧૮ માં વધીને થયા છે ૧,૪૦,૧૩૯: ૬૦% કરોડપતિ કરદાતા વધ્યા. (૭.૩૧)

(4:05 pm IST)