Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

નિર્ભયા કેસનું પુનરાવર્તન

પશ્ચિમ બંગાળના જલપાઇગુડીમાં : જમીનના ઝઘડામાં મહિલા પર બળાત્કાર બાદ તેના પ્રાઇવેટ પાર્ટમાં સળિયો ઘુસાડયોઃ મહિલા હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાય છે

 

પશ્ચિમ બંગાળના જલપાઇગુડીમાં જમીનના ઝઘડામાં ગુસ્સે થયેલા સગાએ મહિલા પર બળાત્કાર બાદ તેના પ્રાઇવેટ પાર્ટમાં લોખંડનો સળિયો ઘુસાડયો હતો. જલપાઇગુડીની સરકારી હોસ્પિટલમાં સારવાર લેતી એ મહિલાની હાલત ગંભીર છે. ૨૦૧૨ ના દિલ્હીના નિર્ભયા ગેન્ગ-રેપ કેસની યાદ અપાવતા કિસ્સામાં શનિવારે રાતે ધુપગુડી  પોલીસ સ્ટેશન હેઠળના ક્ષેત્રમાં મહિલાના ઘર પાસેેના તળાવને કિનારે બળાત્કાર કરવામાં આવ્યો હતો.

નિર્ભયા ગેન્ગ-રેપમાં બળાત્કાર બાદ યુવતીની ક્રુરતાપૂર્વક હત્યા કરવામાં આવી  હતી.તેના પ્રાઇવેટ પાર્ટમાં લોખંડનો સળિયો ઘુસાડવામાં આવ્યો હતો.

પોલીસે જણાવ્યા પ્રમાણે આરોપીએ એ મહિલાને જમીનના ઝઘડાનો ઉકેલ લાવવા માટે ઘરે બોલાવી હતી. ત્યારપછી આરોપીએ તેના પર બળાત્કાર કરીને તેના પ્રાઇવેટ પાર્ટમાં સળિયો ઘુસાડયો હતો. આરોપીની સાથે અન્ય એક જણ હતો, પરંતુ તેણે બળાત્કાર નહોતો કર્યો. અત્યાચારનો ભોગ બનેલી મહિલાને એક રિક્ષાવાળાએ જોઇ હતી અને તેને ઘેર લઇ ગયો હતો.ઘટના બની એ વખતે મહિલાનો પતિ ઘરમાં નહોતો. આરોપી અને તેના સાથીની ધરપકડ કરીને પુછપરછ કરવામાં આવી છે.

(3:53 pm IST)